Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ગોંડલ અંગદાન સંકલ્પના વિશ્વ રેકોર્ડ સાથે જ ગોંડલનું ચક્ષુદાન પણ કરાયું

ગોંડલ, તા.૫: ગોંડલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ નિમિત્ત્।ે યુદ્ઘ એજ કલ્યાણ અને બદ્રીનાથ ટ્રસ્ટ દ્વારા અંગદાન સંકલ્પ કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યાના ત્રીજા દિવસે જ ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે એકાંકી જીવન જીવતા શામજીભાઈ હીરાભાઈ પોંન્કીયા ઉ.વર્ષ.૮૫નું તા.૦૩ના રોજ અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા મુજબ મૃતકનું ચક્ષુદાન કરવામાં આવતા માનવસેવાના કાર્યમાં ગોંડલનું ગૌરવ વધાર્યું છે,

શામજીભાઈ હીરાભાઈ પોંકિયાએ તેમના મિત્ર વેશુભા જાડેજા રૂબરૂ મૃત્યુ બાદ અંગદાન કરવાનો સંકલ્પ કરેલ હતો,

એકાંકી મિત્રના મૃત્યુના સમાચાર મળતા વેશુભા જાડેજા એ તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમનું ચક્ષુદાન કરવા જણાવતા ડો.દીપકભાઈ વડોદરિયાએ હિતેસભાઈ દવેનો સંપર્ક કરતા જહાટકીયા આઈ હોસ્પિટલ દ્વારા ચક્ષુદાન મેળવીને હિતેસભાઈ દવે દ્વારા મૃતકના ચક્ષુઓ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચતા કરવામાં આવ્યા હતા.

યુદ્ઘ એજ કલ્યાણના સભ્ય નિકુંજ રૈયાણી, ડો.દિપક વડોદરિયા અને વેશુભા જાડેજાની સદ્દભાવનાથી ગોંડલમાં વધુ એક ચક્ષુદાન મળવા પામ્યું છે.

(12:19 pm IST)