Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ઉનાની ૧૩ લાખની લૂંટમાં જાણભેદુની શંકા

ઉના પ :.. આંગડીયા પેઢીનાં રોકડ રૂપિયા તથા હીરાના ૧૦ પેકેટની લૂંટનાં ગુનામાં પોલીસને હજુ સફળતા મળી નથી. તપાસમાં સ્થાનીક પોલીસ, એલ.સીબી એસઓજી પણ જોડાઇ લૂંટારૂઓ જાણભેદુ હોવાની શંકા થઇ રહી છે.

એસ. ટી. બસ સ્ટેશન પાછળ આર્શિવાદ કોમ્પલેક્ષમાં પહેલા માળે પી. શૈલેષ કાું. નામની આંગડીયા પેઢીનો સંચાલક વિષ્ણુભાઇ બબાભાઇ પટેલ મુળ રહેવાસી સિધ્ધપુર-પાટણ હાલ ઉના વાળાને ઉના - ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર ગાંગડા ગામ આગળ ૩ જાણ્યા શખ્સો મોટર સાયકલ ઉપર આવી લાકડાનો ધોકો મારી ચાલુ મોટર સાયકલ ઉપરથી પછાડી થેલાની લૂંટ કરી નાસી ગયો તેમાં રોકડ રૂપિયા ૧૦ લાખ ૪૭ હજાર ૯ર૦ રોકડા તથા હીરાના પડીકા નંગ ૧૦ અંદાજીત કુલ ૧૩ લાખ ઉપરની લૂંટ કરી નાસી ગયેલની ફરીયાદ વિષ્ણુભાઇ બબાભાઇ પટેલે કરી હતી.

આ બનાવની તપાસ ઉનાના પોલીસ ઇન્સ્પેકટર બી. એમ. ખાંભલા કરી રહ્યા છે. ભોગ બનનાર વિષ્ણુભાઇની પુછપરછ કરતા તે ઉનાથી પેઢીમાંથી રૂ. ૧૧ લાખ ૯૬ હજાર, ૯ર૦ લઇ અને ૧૦ હીરાના પડીકા લઇ કાળા કલરના થેલામાં લઇ નીકળેલ હતો. વચ્ચે પશવાળા ગામની એક વેપારી ત્થા સનખડા ગામનો એક વેપારીને ગાંગડા બસ સ્ટેશન પાસે બોલાવી ૧ લાખ ૪૯ હજાર ચુકવેલ હતાં. ટીંબી હીરાના કારખાના વાળાને હીરાના પડીકા આપવાના હતાં ત્યાં લૂંટ થઇ ગઇ હતી.

આ અંગે પોલીસે આરોપીનાં દેખાવ - મોઢુ ની પુછપરછ ત્થા સ્કેચ બનાવવા માહીતી માંગતા તેમને કશુ યાદ નથી તેમ જણાવેલ અને તપાસ આગળ વધતી નથી.

ઉના થી ગાંગડા સુધી આવતી હોટલો, પેટ્રોલ પંપોનાં સીસી ટીવી ફૂટેજ જોઇ તપાસ શરૂ રાખી છે. બનાવ જયાં બન્યો તેની આગળ ચામુંડા હોટલ છે. ત્યાં સીસી ટીવી કેમેરા નથી ત્થા પેટ્રોલ પંપનાં કેમેરા રોડ સુધી કોઇ ચિત્ર દેખાતુ નથી. આ તપાસમાં જીલ્લાની એસઓજી ત્થા એલસીબી પોલીસ પણ જોડાઇ છે. લૂંટારૂનું પગેરૂ મેળવવા મહેનત કરી રહ્યા છે. તમામ તપાસ ડીવાયએસપી ચાવડાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી પોલીસની ટીમ બનાવી છે. તપાસ કરી રહ્યા છે.

(12:16 pm IST)