Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

પૂજા-અર્ચના સાથે ધનતેરસની ઉજવણી : કાલે કાળી ચૌદશ ઉજવાશે

સૌરાષ્ટ્ર - કચ્છમાં દિપાવલી પર્વનો જામતો માહોલ : બુધવારે ફટાકડાની આતશબાજી સાથે દિવાળી ઉજવાશે : ગુરૂવારે નૂતનવર્ષ

ભાવનગરની બજારમાં દિવાળીની ખરીદી નીકળી : ભાવનગર : દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવનગરની બજારોમાં લોકોની ભીડ જામી રહી છે. લોકો દિવા માટે માટીના કોડીયા, રંગોળી માટે કલર સહિત અનેક ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. (તસ્વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

રાજકોટ તા. ૫ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર દિપાવલી પર્વનો માહોલ બરાબરનો જામ્યો છે અને આજે ધનતેરસ પર્વની ઉજવણી થઇ રહી છે અને લક્ષ્મીજીનું પૂજન - અર્ચન કરવામાં આવી રહ્યું છે.

જ્યારે કાલે તા. ૬ને મંગળવારે કાળી ચૌદશ, બુધવારે દિપાવલી, ગુરૂવારે નૂતન વર્ષ, શુક્રવારે ભાઇબીજ અને તા. ૧૨ને સોમવારે લાભપાંચમનું શુભમુહૂર્ત છે.

દિપાવલી તહેવારનો રંગ જામ્યો છે અને બજારોમાં ખરીદીનો ધમધમાટ થઇ રહ્યો છે.

આજે મહાલક્ષ્મી દેવીની કૃપા મેળવવા માટેનો સર્વોત્ત્।મ દિવસ છે. આ દિવસે શ્રીસૂકતનું પઠન ઉત્ત્।મ ફળદાયી બની રહે. સાથોસાથ આ તિથિ એટલે દર મહિને આવતી શિવરાત્રિ એટલે આ તિથિની રાત્રિએ મહાદેવજીને કરવામાં આવતો અભિષેક પણ ઉત્ત્।મ બની રહે. આ પ્રસંગે શ્રદ્ઘાળુઓ ધન-પૂજન પણ કરશે. સાથોસાથ વિશિષ્ટ યંત્રપૂજન પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે. સાથોસાથ એસ.જી.વી.પી. ગુરુકુળ, છારોડી સહિત અનેક સ્થાનોમાં આ દિવસે પરંપરાગત રીતે ભગવાન ધન્વન્તરિનું પૂજન પણ કરવામાં આવશે. .

મહાલક્ષ્મીજીનું પૂજન માટે ચલણી સિક્કા અથવા ચાંદી કે સોનાનાં લક્ષ્મીજીનાં સિક્કાનું પૂજન પણ ઉત્ત્।મ છે. એવું કહેવાય છે કે લક્ષ્મીજીની ઉપાસના કરવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય તે માટે અનેક પ્રકારનાં પ્રયોગો થાય છે. જે અંતર્ગત બેઠેલા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. આ દિવસે યંત્રપૂજા પણ થાય છે. ખાસ કરીને આ દિવસે લાલ માળા કે કમળકાકડીની માળાથી 'ઓમ્ હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રી હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ' – મંત્રજાપ ઉત્તમ ફળદાયી બની રહે છે. સાથે જ મહાલક્ષ્મીજીને ગુલાબ અથવા કમળનાં પુષ્પ અર્પણ કરવા જોઈએ. સાથોસાથ જેઓ ચોપડાં ખરીદવાના હોય તેઓ આજે ખરીદી શકે છે.

આજના દિવસે શ્રીસૂકતનું ૧૫ વખત આવર્તન કરવું ઉત્ત્।મ ફળદાયી બની રહે છે. ખાસ કરીને જો એ શકય ન બને તો ત્રણ વખત શ્નશ્રીમહાલક્ષ્મ્યષ્ટકમ્ સ્તોત્ર'નું પઠન લાભદાયી બની રહે છે.

જુનાગઢ

જુનાગઢ : શ્રી સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજ (દોમડીયા વાડી) જુનાગઢનાં પ્રમુખ નાનજીભાઇ આર. વેકરીયા તથા મંત્રી લાલજીભાઇ પી. ભુવાની યાદીમાં જણાવ્યું છે કે, મહાનગરમાં વસતા સમસ્ત લેઉવા પટેલ સમાજનું નવા વર્ષનું સ્નેહ મિલન તા. ૮ને ગુરૂવારે સવારે ૮.૩૦ કલાકે રાખેલ છે. આ પ્રસંગે અલ્પાહાર રાખેલ છે તો દરેક જ્ઞાતિજનોને દોમડીયા વાડી, કોલેજ રોડ, જુનાગઢ ખાતે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

(12:14 pm IST)