Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

કોટડાસાંગાણીના રાજપરા ગામે ભરત પર ધારીયાથી હુમલો

જુના મનદુઃખનો ખાર રાખી સંજય ભાલાળા તૂટી પડયો

કોટડાસાંગાણી, તા.પઃ કોટડાસાંગાણીના રાજપરા ગામે જુની અદાવતમા ભરત કૂમરખાણીયા પર સંજય ભાલાળાએ ધારીયા વડે હૂમલો કરતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો

તાલુકાના રાજપરા ગામે જુની અદાવતના કારણે હિરા ઘસુનુ કામ કરતો ભરત કુમરખાણીયા ઉ.૨૭ મુ.રાજપરાનો અને હાલ રાજકોટ રહેતો યુવાન ગામમા આવ્યો હોવાની જાણ થતા તેજ ગામનો સંજય ભાલાળા નામના યુવાન તેની પાસે ઘસી ગયો હતો અને બેફામ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તીક્ષ્ણ હથીયાર ધારીયા વડે હુમલો કરી હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડતા ભરતને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભરત અને સંજય વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથાકુટ ચાલતી હોય જેના કારણે ભરત પર સંજયે ધારીયા વડે હૂમલો કર્યો હતો. આરોપી અને ભોગ બનનાર બંને શખ્સો અગાઉ ચોરી અને મારામારીના ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકેલા છે હાલતો પોલીસે સંજય વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેમને પકડી પાડવા તપાસ તેજ કરી છે.

 

(12:10 pm IST)