Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ગોંડલના શ્રીનાથગઢમાં સદ્દગુરૂ સન્યાસ આશ્રમની જગ્યા હડપ કરવા પ્રયાસ : મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટ તા. ૫ : ગોંડલ તાબેના શ્રીથાથગઢમાં આવેલ સદ્દગુરૂ સન્યાસ આશ્રમની જમીન હડપ કરી ત્યાં મોબાઇલ ટાવર ઉભા કરવાના હીન પ્રયાસો આદરાયા હોવા અંગે સ્વામિ હરીહરાનંદ સરસ્વતીએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરેલ છે.

રજુઆતમાં ધર્માચાર્યા સ્વામી હરીહરાનંદજીએ જણાવેલ છે કે આશ્રમની સ્થાપના પૂ. સ્વ. ભવાનબાપા, સ્વ. રવજીભાઇ પટોળીયા ઉર્ફે રામાનંદી સાધુ દ્વારા કરવામાં આવી હતી. સ્વ. રવજીભાઇ ઉર્ફે રામાનંદી સાધુના પ્રથમ પુત્ર મોહનભાઇ પટોળીયાના પ્રથમ પુત્ર હરસુખભાઇ પટોળીયા (ફરીયાદી પોતે) ને નાની ઉંમરમાં સન્યાસ લેવાની પ્રેરણા સ્વ. રવજીભાઇએ આપી હતી. રવજીભાઇએ ૧૨ ગુંઠા જમીન સરકારમાંથી વૃક્ષારોપણ માટે લીધેલી હતી. તેમાં હાલ ૧૫૦૦ વૃક્ષો હરીયાળી લહેરાય રહ્યા છે.

પરંતુ આશ્રમની જમીન ઉપર મનીષ પટોળીયા તથા તેમની ટોળકીનો ડોળો હોય નીત નવીન કારસા રચી જમીન પચાવી પાડવા પ્રયાસો કરે છે. આશ્રમનું વીજ કનેકશન રવજી ભવાન પટોળીયાના નામનું વર્ષોથી હોવા છતા મનિષ પટોળીયાએ સ્વ. રવજીભાઇના નામે ખોટો અંગુઠો લગાવી પોતાના નામે કરી લીધેલ છે. હકીકતે સ્વ. રવજીભાઇ ભણેલા હતા અને અંગુઠો નહીં પણ સહીનો ઉપયોગ કરતા. છતા વિજ તંત્રએ ખોટા અંગુઠાના નિશાનને માન્ય રાખી વીજ બીલ બીજાના નામે કરી નાખ્યુ.

આશ્રમની પાછળ ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં મનીષ પટોળીયાની જમીન આવેલ છે. જેથી ખોટા નકશાઓ બનાવી આ જમીન પર કબજો જમાવવા પ્રયાસો આદરેલ છે.

ઉભા વૃક્ષોનો સોથ વાળી દઇ અહીં મોબાઇલ ટાવરો ઉભા કરવાની પરવી શરુ કરેલ હોવાનું રજુઆતનાઅ અંતમાં સ્વામિ હરીહરાનંદ સરસ્વતી મહારાજે જણાવેલ છે. ડે.કલેકટર સહીતના અધિકારીઓને આવેદનપત્ર સુપ્રત કરેલ છે. ડીવાય એસ.પી. અને પી.એસ.આઇ.નું પણ ધ્યાન દોરેલ

(12:09 pm IST)