Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

જસદણમાં કોંગ્રેસ ખેડુત સંમેલન નિષ્ફળઃ ડો. બોઘરા

જસણદ તા. પઃ જસદણના ખેડુતો સંમેલન અંગે ગુજરાત સરકારના સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન અને જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ખેડુતોના નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઇએ કોંગ્રેસ ખેડુતોને અન્યાય કરતી હતી એટલે જ કુંવરજીભાઇ ભાજપમાં જોડાયા છે. જસદણ -વિંછીયા યાર્ડમાં મગફળી ખરીદી માટે નોંધણી શરૂ થઇ ગઇ છે. ભૂતકાળમાં કોંગ્રેસ સરકાર સમયે ખેડુતોને તેમની માગણી માટે આંદોલનો કરવા પડતા અને કોંગ્રેસના રાજમાં અનેક ખેડુતોના મૃત્યુ થયા હતા. ચુંટણી આવતા જ ખેડુતો યાદ આવતા જસદણ વિસ્તારનું ખેડુતો કોંગ્રેસને ઓળખી ગયા છે માટે જ ખેડુતો આ સંમેલનથી દુર રહ્યા હતા માત્ર કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસ પક્ષના થોડા લોકો જ આ સંમેલનમાં જતા સંમેલન નિષ્ફળ સાબીત થયું હતું. વધુમાં ડો. બોઘરાએ જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, વિરોધ પક્ષના નેતા, કોંગ્રેસના દશ જેટલા ધારાસભ્યો સહિતના એક મંચ ઉપર આવવાના હોય તેના પ્રમાણમાં ઘણી જ ઓછી સંખ્યા આ સંમેલનમાં થઇ છે. જયારે જસદણ કોંગ્રેસની ટિકીટના સાતથી વધારે દાવેદારોને દરેકને પ્રદેશ કોંગ્રેસે સંમેલનમાં સંખ્યા કરી બતાવો તો તમારી ટિકીટ ફાઇનલ થાય તેવું કહી માંડ-માંડ સંખ્યા કરી હતી.

(12:08 pm IST)