Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ભાવનગરઃ પ્રેમીનુ પ્રેમિકાના પિતા-મામા સહિતનાએ ઢીમ ઢાળી દીધુ

મહુવા તાલુકાના કતપરમાં રાહુલ બચુભાઇ ચાવડાની હત્યાથી અરેરાટી

ભાવનગર તા. પઃ ભાવનગર જીલ્લાનાં કતપર ગામે પ્રેમમાં પડેલા યુવાનની પ્રેમીકાના પિતા, મામા સહિત ચાર શખ્સોએ મુંઢમાર માર મારી હત્યા કર્યાનો બનાવ બનવા પામ્યો છે.

ખુનના આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર જીલ્લામાં મહુવા તાલુકાના કતપર ગામે રહેતા રાહુલ બચુભાઇ ચાવડા ઉ.રર નામના યુવાન ઉપર આજ ગામના ભલાભાઇ બારૈયા, સાગર, વિવેક અને ભલાભાઇના સાળા સહિત ચારનો હુમલો કરી મુંઢમાર મારી હત્યા કરી નાસી છુટયા હતા.

આ બનાવની જાણ થતાં જ મહુવા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાન રાહુલને આરોપી ભલાભાઇની પુત્રી સાથે પ્રેમસંબંધો હતો અને આ સંબધ તોડી નાખવા કહેતા ઝઘડો થયો હતો જેમ દાઝ રાખી આ ચારેય શખ્સોએ હત્યા કરી હોવાની પોલીસ ફરીયાદ મૃતક રાહુલના પિતા બચુભાઇ ડાયાભાઇ ચાવડાએ મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે ચારેય આરોપીઓ વિરૂદ્ધ તજવીજ હાથ ધરી છે. આ બનાવમાં આરોપીઓ બે  રાહુલના મિત્ર કિશોરને પણ ઇજા પહંચાડતા તેને ફેકચર થતા હોસ્પીટલ ખસેડાયેલ છે આ બનાવની તપાસ મહુવા પોલીસ સ્ટેશન પી.આઇ. બારોટ ચલાવી રહ્યા છે.

 

(12:04 pm IST)