Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ઉનામાં ખેડૂતોને જમીન લઇ લેવાની લાલચ આપીને દલાલ દ્વારા લાખોની છેતરપીંડી

ઉના તા. પઃ બે ખેડુતોને જમીન લઇ દેવાની લાલચ આપી જમીન દલાલે ડીપોઝીટની રકમ લઇ જમીન ન અપાવી લાખો રૂપિયાની છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

ઉના તાલુકાનાં ડમાસા ગામના ખેડુત નારણભાઇ વલ્લભભાઇ જાદવને ઉના શહેરમાં વેરાવળ રોડ ઉપર રહેતો જમીન લે-વેચનો ધંધો કરતો દલાલ મણીલાલ રામજીભાઇ ચાંગોદરા એ ફરીયાદી ખેડુતને ઉંદરી ગામની સીમમાં લાખાભાઇ સામતભાઇની ખેતીની જમીન પેટે રૂા. ૩ લાખ ૮૦ હજાર રોકડા લઇ જઇ જમીનનો દસ્તાવેજ કબજો ન અપાતાં ઉઘરાણી કરતાં બહાના બતાવી પૈસા ન અપાતાં તેની સામે વિશ્વાસઘાત ત્થા ૩ લાખ ૮૦ હજારની છેતરપીંડી કર્યાનો ઉના પોલીસમાં દલાલ મણીલાલ   રામજી   ચાંગોદરા સામે નોંધાવી છે.

બીજા બનાવમાં ઉનાનાં પ્રભાતગીરી લધુગીરી ગોસ્વામીનાં દિવસમાં રહેતા સાસુના નામે ગુજરાતમાં ખેતીની જમીન લઇ દેવા ૧ર લાખ રૂપિયા સુધી પેટે લઇ જઇ અને ત્યારબાદ દિવનાં રહેવાસી સાસુના નામે ગુજરાતમાં જમીન ન લઇ શકાય તેવું કહેતા સુધીના આપેલ રોકડા રૂપીયાં ૧ર લાખ પાછા માંગતાં ન આપી ઉશ્કેરાઇ જઇ ગાળો આપી રૂપિયા ન આપી વિશ્વાસઘાત ત્થા છેતરપીંડી કર્યાની પોલીસમાં મણીલાલ રામજીભાઇ ચાંદોરા રે. ઉના વાળા સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ તપાસ શરૂ કરી છે.

રેતી ભરવાની ના પાડતા હુમલો

ઉના તાલુકાનાં ઉંટવાળા ગામની સીમમાં માલકા નદી કાંઠે આવેલ મશરીભાઇ સાર્દુલભાઇ નતીવાડી આવેલ હોય નદીમાંથી પશવાળા ગામનો ભાવેશ ગોહીલ રેતી ભરતો હોય રેતી ભરવાની ના પાડતા ભાવેશ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી પાવડા વતી હુમલો કરી માથાના પાછળના ભાગે માર મારી લોહી લુહાણ કરતા દવાખાને સારવાર માટે ખસેડેલ માથામાં ટાંકા આવતા પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.(૭.૧૬)

(12:02 pm IST)