Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીની ૬ વિદ્યાશાખાની ૬ બેઠકની ચુંટણી

ભાવનગર તા. ૫ : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બંધારણ મુજબ યુનિવર્સિટીની સાત વિદ્યાશાખાના વિદ્યાર્થી પ્રતિનિધિ નીમવા માટે લોકશાહી પદ્ઘતિએ દર પાંચ વર્ષે ચૂંટણી પ્રક્રિયા યોજાતી હોય છે.મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી વિદ્યાર્થી સેનેટની સાત વિદ્યાશાખાની સાત બેઠકો માટે ચૂંટણી યોજવા માટે સૌપ્રથમ વખત ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ જાહેરનામું પ્રસિદ્ઘ કરી ૨૧ ઓકટોબર,૨૦૧૮ના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી જો કે, મતદારયાદીમાં વ્યાપક ક્ષતિઓ અને યુનિવર્સિટીના એક અધિકારીએ મતદારયાદી ગેરકાયદે રીતે લીક કરી દીધી હોવાના વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઇ.ના ગંભીર આક્ષેપો ને લઈ યુનિવર્સિટીના સર્વોચ્ચ સત્તા મંડળના વિચાર કરવાની ફરજ પડી હતી અને ગત તારીખ ૩ ઓકટોબર ૨૦૧૮ના રોજ મળેલી એકઝીકયુટીવ કાઉન્સિલની બેઠકમાં અચોક્કસ મુદત માટે વિદ્યાર્થી સેનેટની ચૂંટણી અચોક્કસ મુદત માટે સ્થગિત રાખવા નિર્ણય લેવાયો હતો.જોકે બાદમાં ગત તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ મળેલી એ કાઉન્સિલની બેઠકમાં મતદારયાદીની ક્ષતિઓ માં સુધારણા સહિતના નિર્ણયો લેવાય જતા યુનિવર્સિટીએ પૂના ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ઘ કરીને તા.૪ નવેમ્બર ૨૦૧૮ના રોજ વિદ્યાર્થી સેનેટની સાત વિદ્યાશાખાની સાત બેઠકો પર ખાલી પડેલી સાત વિદ્યાર્થી પ્રતિનિધિઓની લોકશાહી પદ્ઘતિએ પસંદગી કરવા માટે ચૂંટણી પ્રક્રિયા યોજવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.

ચૂંટણી જાહેરનામા અનુસાર ગત તા.૨૧ ઓકટોબર,૨૦૧૮ના રોજ વિદ્યાર્થી સેનેટની સાત વિદ્યાશાખા સાયન્સ, કોમર્સ અને મેનેજમેન્ટ,આર્ટસ, શિક્ષણ અને ગ્રામ વિદ્યાશાખા, કાયદો, મેડિકલ અને એન્જિનિયરિંગ તથા ડેન્ટલ અને હોમીયોપેથીમાં ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે મેડીકલ અને એન્જીનીયરીંગના શાખામાંથી એનએસયુઆઈના ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ચૂંટણી પૂર્વે જ આ એક બેઠક એબીવીપીના ફાળે ગઈ હતી જયારે બાકી બચેલી છ વિદ્યાશાખાની છ બેઠક પર કુલ ૧૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.ઙ્ગ

ચૂંટણી પ્રચાર અને મતદાન ની તારીખ વચ્ચે અત્યંત ટૂંકો ગાળો રહેતા વિદ્યાર્થી સેનેટ ચૂંટણી નો માહોલ ગરમાયો હતો.આજે સવારે યુનિવર્સિટીના એકસટર્નલ ડિપાર્ટમેન્ટ સહિત જિલ્લાના દસ મતદાન કેન્દ્રો ખાતે સવારના ૧૧ કલાકથી શાંતિપૂર્ણ વાતાવરણમાં છ વિદ્યાશાખાની છ બેઠકો માટેની મતદાન પ્રક્રિયા નો પ્રારંભ થયો હતો. દિવસભર નાની મોટી માથાકૂટ વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં યુનિવર્સિટી તંત્રે રાહતનો દમ લીધો હતો. તો આ તરફ આ ચૂંટણીમાં ભારે ઉત્ત્।ેજનાભર્યો માહોલ હોવાના કારણે મતદાનની ટકાવારી ઉંચી જવાની આશા સેવાઇ રહી હતી પરંતુ વિદ્યાર્થી સેનેટની આ ચૂંટણીમાં સરેરાશ ૮.૩૪ ટકા જેટલું મતદાન નોંધાયું છે. છ વિદ્યાશાખાની છ બેઠકો પર કુલ ૩૧,૫૦૦ મતદારો નોંધાયા હતા જે પૈકી આજે માત્ર ૨૬૨૯ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાંજે પાંચના ટકોરે પૂર્ણ થયેલા મતદાન બાદ તમામ મતપેટીઓ ને સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવી હતી. આ સાથે જ છ વિદ્યાર્થી બેઠકોના ૧૪ઙ્ગ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલબધ્ધ થયું હતું આજે પરિણામ જાહેર થશે.

(12:02 pm IST)