Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ભાવનગરમાં શિવગાથા જ્ઞાનયજ્ઞ : જ્ઞાનરસ વહેશે

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય ડો. જયેશ પરમાર અને પરિવારજનો દ્વારા ભવ્ય આયોજનઃ શુક્રવારે ભાઈબીજના પવિત્ર દિનથી કથાનો શુભારંભ : ડો. પૂ. ગીરીશભાઈ શાસ્ત્રી કથાનું સંગીતમય રસપાન કરાવશે : વિવિધ પ્રસંગોની ઉજવણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પીરસાશે

રાજકોટ, તા. ૫ : રાજકોટ સરકારી આયુર્વેદિક હોસ્પિટલના જાણીતા આયુર્વેદ ડો. જયેશ એમ. પરમાર અને સમગ્ર પરમાર પરિવાર દ્વારા પિતાશ્રી સ્વ.મનસુખભાઈ પરમારના સ્મરણાર્થે ભાવનગર મુકામે શિવગાથા જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. કથા દરમિયાન વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી સાથે દરરોજ રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમોના પણ આયોજન થયા છે.

ભાવનગર મુકામે ''કૈલાસધામ'', જૂનું સિંધુનગર સંત પ્રભારામ હોલ ખાતે તા.૯ના શુક્રવારે ભાઈબીજના પવિત્ર દિવસથી કથાનો શુભારંભ થશે. રાજકોટના સુપ્રસિદ્ધ કથાકાર ડો. પૂ. ગિરીશભાઈ શાસ્ત્રી (એમ. એ. એલ. એલ. બી. સર્વશાસ્ત્ર વકતા)ના વ્યાસાસને બિરાજી કથામૃતનું સંગીતમય રસપાન કરાવશે.

તા.૯ના શુક્રવારે બપોરે ૩ કલાકે વાજતે-ગાજતે પોથીયાત્રા નીકળશે. સાથોસાથ શિવ મહાત્મ્ય, શિવ પ્રાગટ્ય તેમજ તા.૧૦ના શનિવારે શિવલીંગભસ્મ, બિલીપત્ર, રૂદ્રાક્ષ, કુર્મ, નંદી મહાત્મ્ય તા.૧૧ના રવિવારે સતી ચરિત્ર, માં પાર્વતી પ્રાગટ્ય, કુમારીકા પૂજન, તા.૧૨ના સોમવારે સાંજે ૫ વાગ્યે શિવવિવાહ, તા.૧૩ના મંગળવારે ગણપતિ પ્રાગટ્ય, કાર્તિકેય પ્રાગટ્ય, મોદક મનોરથ, તા.૧૪ના બુધવારે દ્વાદશ જયોતિર્લીંગ મહિમા દર્શન, રામેશ્વર પૂજન, હનુમાનજી પ્રાગટ્ય, શિવતાંડવ તથા તા.૧૫ના ગુરૂવારે સવારે ૯ થી ૧૨ શિવગાથા જ્ઞાનયજ્ઞનું સમાપન થશે. શિવગાથાનો સમય બપોરે ૩ થી સાંજે ૭ સુધીનો રહેશે.

કથા દરમિયાન રાત્રીના ૮ થી ૧૧ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થયા છે. જેમાં બેડા નૃત્ય, શિવતાંડવ, લોકસાહિત્ય, મા-બાપને ભૂલશો નહિં, હાસ્ય દરબાર જેવા કાર્યક્રમોમાં શ્રી બિહારી હેમુ ગઢવી, શ્રી ધીરૂભાઈ સરવૈયા, શ્રી રાજુભાઈ ગઢવી, શ્રી સાંઈરામ દવે રંગત જમાવશે.

ભાવિકોને સંગીતમય શિવગાથા લાભ લેવા ગં.સ્વ. મંજુલાબેન મનસુખભાઈ પરમાર ડો. જયેશ પરમાર (મો.૯૪૨૬૨ ૦૭૫૪૩) તેમજ ડો. ચૈતાલીબેન જે. પરમાર, શુભમ, શ્રેયા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.(૩૭.૨)

(12:00 pm IST)