Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

વાંકાનેરના સરધારકામાં તળાવમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગણી

વાંકાનેર તા.૫: મોરબી જીલ્લામાં નાની સિંચાઇ યોજનામાં થયેલા કરોડોના કૌભાંડ અનુસંધાને વાંકાનેર તાલુકાના સરધારકા ગામની નાની સિંચાઇ યોજનાના કામો થયેલ ન હોય અને કાગળ ઉપર ખોટા બીલ ઉધારી રૂ.૭ લાખ જેટલી મોટી રકમની ઉચ્ચાપત થઇ ગયેલ છે આ બાબતની સ્ટેટ એ.સી.બી.થી માંડી સરકાર સુધી સરધારકા ગ્રામ પંચાયતના સદસ્ય રાજેન્દ્રસિંહ ઝાલાએ લેખીત ફરીયાદ કરેલ છે આ ફરીયાદ પછી પણ આજ સુધી આ કામની કોઇપણ કક્ષાએથી તપાસ કરવામાં આવેલ નથી તેથી આ કરોડોના કૌભાંડને દબાવી દેવામાં આવેલ છે કે શું તેમજ વાંકાનેરના રાજકીય આગેવાનોનુ ભેદીમૌન વાંકાનેર તાલુકાની પ્રજા માનસમાં શંકા ઉભી કરી રહેલ છે ત્યારે વાંકાનેર તાલુકાના બંન્ને મુખ્ય રાજકીય પક્ષના આગેવાનો આ ભ્રષ્ટાચાર બાબતે આગળ આવે અને તાલુકાના વિકાસના કરોડો રૂપિયા ચાઉ કરી જનારને કાયદાની નશ્યત બતાવે તેવી રાજેન્દ્રસિંહ ઝાલાની વિનંતી સાથે અપિલ છે.

(11:59 am IST)