Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ગોંડલના ભંડારીયાના યુવાન સાથે ૧.૪૦ લાખની છેતરપિંડી

સગાઇ કરવાના બહાને રાજુ સોંદરવા, સુરજ સિંધવ તેની પત્નિ વિધી સહીત પાંચએ ઠગાઇ કરતા પોલીસમાં ફરીયાદ

ગોંડલ, તા.પઃ ગોંડલ તાલુકાના ભંડારિયા ગામે રહેતા યુવાને સગાઈની માયાજાળમાં ફસાવી રૂપિયા એક લાખ ચાલીસ હજારની છેતરપિંડી કરતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના ભંડારિયા ગામે રહેતા ભરતભાઈ મગનભાઈ કોઠીયા ઉંમર વર્ષ ૩૫ સગાઈની માયાજાળમાં ફસાવી રાજુ સોંદરવા, સુરજ સિંધવ તેની પત્ની વિધીબેન દલસુખ મહાદેવભાઇ તેમજ કાજલ સોલંકી રૂપિયા એક લાખ ચાલીસ હજારની રોકડ રકમની છેતરપિંડી કર્યાની  ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. છેતરપિંડીનો શિકાર બનેલ યુવાને પોતાની સગાઈના ફોટોગ્રાફ્સ સગા સ્નેહી અને મિત્રોને બતાવતા છેતરપીંડીનો કિસ્સો બહાર આવવા પામ્યો હતો.

ઘોઘાવદરમાં ટાવરમાંથી તસ્કરો બેટરી ચોરી ગયા

ગોંડલઃ તાલુકાનાં ઘોઘાવદર ગામે આવેલ ખાનગી કંપનીના મોબાઇલ ટાવરના રૂમના લોખંડના દરવાજાને તોડી અંદર રાખેલ બેટરી નંગ ૧૨ તેમજ એક એસીની કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ જતાં દિનેશભાઇ શ્યામસિંહ રાજપુત દ્વારા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ બોરીચા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:57 am IST)