Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

સોમનાથ તીર્થથી ઓનલાઇન એકસપોર્ટ થાય છે કર્મકાંડ વિધી

નવી જનરેશન માટે હાઇટેક ડીઝીટલ યુગમાં સોમનાથના કર્મકાંડી પંડિતોની બોલબાલા...: દિપાવલી-ધનતેરસ-રૂપ ચૌદસ જેવા દિવાળીના પર્વોમાં પણ સોમનાથના પંડિતો પાસેથી ઓનલાઇન વીડીયો મોબાઇલ કોલીંગથી લોકો દેશ-વિદેશમાં કરાવે છે લક્ષ્મીપૂજન શ્રી સુકત-લક્ષ્મી આરાધના

 પ્રભાસ-પાટણ તા. પ : સમગ્ર દેશ-વિશ્વ હાઇટેક ડીઝીટલાઇઝેશન નવા યુગમાં પ્રવેશી ચૂકયું છે અને દુર-સુદુર દેશ-વિદેશમાં વસતા શ્રદ્ધાળુ યજમાનો-ભાવિકો સોમનાથના બ્રાહ્મણ પંડિતો પાસે ઓનલાઇન પૂજા કરાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે જે દેશ-વિદેશની યંગ નવી જનરેશન પણ ધર્મ સાથે જોડી રહ્યો છે.

સોમનાથના બ્રાહ્મણ અને આચાર્ય વિક્રાંત પાઠક આ પદ્ધતિ અંગે સમજાવતા કહે છે કે ''આમાં હાઇટેકનોલોજીના વીડીયો કોલીંગના અરસ-પરસ માધ્યમથી ડીઝીટલાઇઝેશન મુજબ જેમાં અમો અહી યજમાન કે જે દેશ-વિદેશ અન્ય સ્થળે છે તેના વતી વીડીયોકોલથી તેની પ્રત્યક્ષ હાજરી માની સંકલ્પિ કરાય છ.ેઅને જે બાદ વિધીવિધાન કહી પુજન કે ધાર્મિક કાર્ય સંપન્ન કરીયે છીએ અને તે કાર્ય તેના પ્રતિનિધિ સ્વરૂપે  માની કરીયે છીએ.''

આ વિધીઓમા શ્રાદ્ધ, ગ્રહશાંતિ, રૂદ્રાભીષેક અને પ્રભુકૃપા પ્રાપ્ત કરવા તેમજ શાંતિપાઠ અને યજ્ઞો કરાય છે જે દ્વારા ભારતીય સંસ્કૃતિ -કર્મકાંડ ઓનલાઇનથી મુંબઇ, રાજસ્થાન, કર્ણાટક, તામીલનાડુ, હરીયાણા, બંગાળ તે જ ક્ષણે તેના ગામ-સ્થળે પહોંચે છે.

વિક્રાંતભાઇએ એક સરસ વાત કહી કે સાત સમંદરના સીમાડાને પાર કરી દુબઇ, ઇન્ડોનેશીયા, થાઇલેન્ડ, સીંગાપુર વિવિધ દેશોમાંથી પણ આવી ઓનલાઇન પુજા કરાવે છે.

ધનતેરસ, રૂપચૌદસ, દિવાળી જેવા પર્વોમાં અનેક લોકો લક્ષ્મીપૂજન-શ્રીકુકત-ચંડીપાઠ અને લક્ષ્મી આરાધના તથા ત્રિદિવસીય અનુષ્ઠાન કરાવે છે.

આ પધ્ધતિથી યજમાન વીડીયોકોલ હોવાથી વિધી પ્રોપરલી જોઇ શકે છે અને તેઓ વિદેશમાં વસતા હોવાથી તેમને ગુજરાત ન આવડતુ હોય તો તે શ્લોક-વિધિનું અંગ્રેજીમાં પણ તરજુમો અને ઇન્સ્ટ્રકશન કરી આપીયે છીએ.

તીર્થગોર કાનન પ્રચ્છક કહે છે ઓનલાઇનથી અમો ખાલી સંકલ્પ જ કરીયે છીએ અને તેના પ્રતિનિધી તરીકે પૂજા યજ્ઞ કરીયે છીએ અને વીડીયોકોલથી કરાતી પૂજા-અનુષ્ઠાન કરી અંતિમ દિવસે યજમાનને વીડીયોકોલ દ્વારા પૂર્ણાહૂતિના દર્શન અને આશીર્વાદ આપીયે છીએ.

અન્ય એક પંડિત કહે છે કે અહીં અમારી વિધિ જેવી ચાલુ થાય અને તેના મંત્રોચ્ચાર-દ્રશ્યો સાથે વીડીયોકોલ માધ્યમથી સંભળાવીયે અને દેખાડીયે છીએ અને પૂર્ણ થયે યજમાન વતી આ ફળ ભગવાનને અર્પણ અહીં જ કરીયે છીએ કે જેનો મુળ સંકલ્પ તેને ગામ લેવાયેલ હોય.

(10:25 am IST)