Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ગારીયાધારમાં ટ્રાફીકની સમસ્યા બની માથાનો દુઃખાવો, પોલીસ દ્વારા કાર્યવાહી નહી

વેપારીઓ, રાહદારીઓ અને સામાન્ય પ્રજા લાપરવાહ તંત્રના કારણે હાલાકી વેઠી રહી છેઃપોલીસ કડક બને ગારીયાધારના આશ્રમ રોડ પર ૧૦૮ના દર્દીને લઇને ટ્રાફીકમાં ફસાઇ જવાથી રપ મીનીટે બહાર નીકળી હતી. ઇએમઆઇની સફળ કામગીરીના કારણે દર્દીને રાહત મળી હતી

ગારીયાધાર તા.૫: શહેરમાં ટ્રાફીકની સમસ્યા કાયમી બની છે લાંબા સમયથી સમસ્યા હોવા છતાં પોલીસ તંત્રના આંખ આડા કાન થવાના કારણે છેડે ચોક નડતરરૂપ વાહનો ખડકી દેવાતા હોવાથી આ સમસ્યા માથાનો દુઃખાવો બનવા પામી છે.

 ગારીયાધાર શહેરમાં એસ.ટી. સ્ટોપ, વાલમ ચોક, ભૈરવનાથ ચોક, મીયાની મેડી, આશ્રમ રોડ, વાવ દરવાજાની અને મીઠા કુવા જેવા જાહેર રસ્તાઓ પર સામાન્ય બે વાહનો ભેગા થઇ જવાના કારણે નાના વાહનોના થપ્પાઓ લાગી જવાની ટ્રાફીકની સમસ્યાઓ પેદા થઇ જાય છે.

શહેરના આશ્રમ રોડ, વાવ દરવાજા અને મીઠા કુવા વિસ્તારોમાં ટુ વ્હીલર વાહનો આડેધડ પાર્કિંગના કારણ ભારે ટ્રાફીક જોવા મળે છે. જયારે વાલમ ચોક, ભૈરવનાથ ચોક, અને ગાંધી ચોકમાં લારીઓ ભરતા ઠેકાઓના ત્રાસથી ટ્રાફીકની સમસ્યાઓ સર્જાય છે.

શહેરમાં મોટા વાહનો પસાર ન થાય તેના માટે બાયપાસ રોડ હવા છતાં ટ્રાવેર્લ્સો, કન્સ્ટ્રકશનોના લેલનો, માલ વાહક વાહનો જાણી જોઇને શહેરના સાંકડા રસ્તાઓ વાહનો પસાર કરવામાં આવતા હોવાથી ટ્રાફીકની સમસ્યા સર્જાય છે.

જયારે ગારીયાધાર પોલીસ તંત્ર દ્વારા આ તમામ બાબતે જાણી જોઇને આંખ આડા કાન કરીને કોઇપણ પ્રકારના પગલાં ન લેવાના કારણે આ તમામ બાબતો ઘર કરીને સમસયા બની છે. પોલીસ બેડા દ્વારા આવા ટુ વ્હીલરો, છકડાઓ, આડેધડ શહેરમાં નિકળતા મોટા વાહનો અને દિવસ દરમિયાન રોડ ઉપર માલ ઉતારતા વેપારીના વાહનો ઉપર કાર્યવાહી જરૂરી બની છે. પોલીસ બેડા દ્વારા આ તમામ પર ચોક્કસ પગલા લઇ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું ગારીયાધારની હાલાકી વેઠતી પ્રજા ઇચ્છી રહી છે.

(10:23 am IST)