Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ધારી ગીર પૂર્વ વિસ્તારમાં હોટલ ક્રિષ્ના સીલ : તંત્રની કાર્યવાહી સામે હોટલ- રિસોર્ટ માલિકોમાં નારાજગી

ઇકો સેન્સીટીવ ઝોન મામલે તંત્ર દ્વારા એક પછી એક હોટલ પર તવાઇ

અમરેલી :ધારી ગીર પૂર્વ વિસ્તારમાં વધુ એક હોટલને સીલ કરાઈ છે ઇકો સેન્સીટીવ ઝોન મામલે તંત્ર દ્વારા આપવામાં આવેલ નોટિસ બાદ એક પછી એક હોટલ પર તવાઇ બોલાવાઇ રહી છે જેમાં ગેરકાયદેસર હોટેલોને સિઝ કરવાની કામગીરીનો ધમધમાટ શરૂ કરાયો છે.

 તંત્ર દ્વારા હોટલ ક્રિષ્નાના માલિક દ્વારા થોડીવાર માટે વિરોધ પણ કરાયો હોવાની માહિતી સામે આવી છે. અંતે કાયદેસરની કાર્યવાહી કરી હોટલને સીલ કરાઈ છે. તંત્રની કામગીરીના  કારણે હોટેલ અને રિસોર્ટ માલિકોમાં નારજગી જોવા મળી રહી છે.

(10:36 pm IST)