Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ઝઘડિયા નજીક પાર્ટીપ્લોટમાં નેતા પુત્રનું કારસ્તાન : બર્થડે પાર્ટીમાં હવામા કર્યું ફાયરિંગ;વિડિઓ વાયરલ

ફાયરિંગ કરનાર યુવક એમએસ યુનિ,માં કરે છે અભ્યાસ :પિતા તાલુકા પંચાયતના પ્રમુખ

ભરૂચ :ઝઘડિયા નજીક બર્થડે પાર્ટીમાં એક યુવક દ્વારા જન્મદિવસની ઉજવણી વેળાએ હવામાં છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

 

   મળતી માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક એક પાર્ટી પ્લોટમાં હવામાં ફાયરિંગની ઘટના બની છે. સુત્રોના જણાવ્યા મુજબ પ્લોટમાં એક યુવકનો જન્મ દિવસ ઉજવવાનું આયોજન થયું હતું જ્યાં મિત્રવર્તુળની હાજરીમાં ઉજવણી થઇ રહી હતી ત્યારે આ વિદ્યાર્થીએ બંદૂક બહાર કાઢી અને એક પછી એક હવામાં છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
   સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હવામાં ફાયરિંગ કરનાર વિદ્યાર્થીનું નામ પ્રિયંક દેસાઇ છે. વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. સાથે સાથે તેમના પિતા ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ છે. આ વિદ્યાર્થી ટાઇગરના નામે ઓળખાય છે.

(10:07 pm IST)