Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શનમાં

જુનાગઢમાં ધો.૧ર ની પુરક પરીક્ષા શાંતિપૂર્વક માહોલમાં ચાલુઃ ૧૧ વિદ્યાર્થીઓ ગેરહાજર

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. પઃ જુનાગઢમાં ધો.૧રની પુરક પરિક્ષા લેવાય રહેલ છે જેમાં  ૧૦-૩૦ કલાકે વાણિજય વ્યવસ્થાની પરિક્ષા અને બપોરે ૩ વાગ્યે મનોવિજ્ઞાનની પરિક્ષા શરૂ થાયેલ જે સાંજે ૬-૧પ એ પુર્ણ થયેલ.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર. એસ. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ચાલતી આ પરિક્ષામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે. અને વિદ્યાર્થીઓને કોઇપણ જાતની મૂશ્કેલી ન પડે તે માટેપરિક્ષા કેન્દ્રોના સતત સંપર્કમાં રહી સ્થળ સંચાલક અને સુપરવાઇઝરોને શ્રી ઉપાધ્યાય સુચના આપી રહ્યા છે.

શ્રી ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે શનીવારે યોજાયેલ સમાજશાસ્ત્રની પરિક્ષામાં ૩૬ વિદ્યાર્થીઓ હાજર અને ૧૧ ગેરહાજર રહેલ તેમજ કમ્પ્યુટરની ગુજરાતી માધ્યમ ૧૯૯ હાજર અને ર૦૦ ગેરહાજર અને અંગ્રેજીમાં ૧૦ હાજર ૧ ગેરહાજર વિદ્યાર્થીઓ રહ્યા હતા.

(12:48 pm IST)