Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

પ્રભાસપાટણ જનતા સોસાયટીમાં સફાઇ પ્રશ્ને નગરપાલિકા પ્રમુખને રજુઆત

પ્રભાસ પાટણ તા.૫: પ્રભાસ પાટણ વિસ્તારમાં આવેલ હિરણ નદીની બાજુમાં આવેલ જનતા સોસાયટીમાં નગરપાલિકાનાં સફાઇ કર્મચારીઓ દ્વારા કોઇપણ જાતની સફાઇ કરવામાં આવેલ નથી પરંતુ નગરપાલિકા દ્વારા સફાળવેરો તેમજ અન્ય કર કીરાયા નિયમિત ઉઘરાવે છે.

આ વિસ્તારમાં જે રીક્ષા કચરા માટે આવે છે તે સુર્યવંશી સોસાયટીનાં અમુક ઘરો પાસેથી ડોર-ટુ-ડોર કચરો લઇને નીકળી જાય છે. અને બાજુમાં આવેલ જનતા સોસાયટીનાં રસ્તા પર સાફ-સફાઇ થતી નથી જેના કારણે આ સોસાયટીમાં ઠેર-ઠેર ગંદકી અને કચોર જોવા મળે છે. સફાઇના અભાવે રોગચાળાની પુરી સંભાવના રહેલ છે.

આ વિસ્તારના લોકોની માંગણી પ્રમાણે આ સોસાયટીમાં ત્રણ થી ચાર સફાઇ કર્મચારી નિયમિત પણે આવે અને રોડ રસતાઓની સફાઇ કરે આ બાબતે આ સોસાયટીનાં અરજણભાઇ ડાયાભાઇ ગઢીયા અને સોસાયટીનાં લોકો દ્વારા વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકાનાં પ્રમુખ, સોમનાથ મત વિસ્તારનાં ધારાસભ્ય અને સાંસદને લેખિત રજુઆત કરેલ છે અને સફાઇ બાબતનાં પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ લાવે તેવી માંગણી કરેલ છે.(૧.૨)

 

(12:29 pm IST)