Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

પ્રજાના મતે ચૂંટાયેલા પ્રતિનિધિનો પગાર વધારો થતા તાગડધીનાઃ પ્રજા અનેક સમસ્યાથી ઘેરાયેલી!!!

ગોંડલ તા.૫: ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ આવેને પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા હોય છે પરંતુ પ્રજાના મતે ચૂટાયેલા ધારાસભ્યો આમ જનતાના કામ કરવામાં ઉદાસીનતા સેવી રહ્યા છે અને પોતાના હક માટે હમ સબ એક હે તેને વળગીને એક ઝાટકે રૂ.૪૫ હજાર જેટલો પગાર વધારો એક સુરે સર્વ સંમતિથી વિધેયક પસાર કરાવવા તૈયાર થઇ જાય એ કેટલે અરો ઉચીત ગણાય તે એક પ્રશ્ન ઉઠાવીને વેપારી મહા મંડળ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ.ઇન્ડ.ના વિનુભાઇ વસાણીએ ટકોર કરીને આમ પ્રજાના કામો કરવાની માંગ કરી છે.

વસાણીએ જણાવ્યું હતું કે પ્રજાએ મત આપીને ચૂટાયેલા પ્રતિનિધી ઉપર વિશ્વાસ રાખીને પ્રજાની સમસ્યા પ્રજાના પ્રશ્નોને હલ કરવા વિધાનસભામાં મોકલે છે પરંતુ રાજકારણએ સમાજ સેવાનું એક ક્ષેત્ર હતુ હવે રહ્યું એવુ લાગતુ નથી મતદાર તરીકે આપણે સમજવાની જરૂર છે કે રાજકારણમાં સ્વૈચ્છીક સેવા માટે આવેલા શાસક પક્ષ અને અન્ય વિરોધપક્ષો પ્રજા અને ખેડુતો અનેક વિધસમસ્યાઓથી ઘેરાયેલા છે એવા સમયે પગાર વધારો એમ.એલ.ઓ. પોતે જાતે નક્કી કરી નાખે તે કેટલે અંશે વ્યાજબી આશરે રૂ.૪૫ હજાર જેટલો વધારો એક ઝાટકે વધારી અને વિરોધ પક્ષો સર્વસંમતિથી વિધેયક પસાર કરાવવા તૈયાર થઇ જાય પગાર વધારાના પ્રશ્ને બધા પક્ષો ભાઇ ભાઇ નીતી અપનાવે એ કેટલે અંશેઉચીત છે.

આ ઉપરાંત પગાર તેમજ અન્ય સવલતો ટેલીફોન ભાડા અંગત ખર્ચ ભથ્થા દૈનીક ભથુ હોસ્પીટલનો ધારાસભ્યનો તથા પરીવારના ખર્ચની સુવિધા આવી અનેક વિધ.સુવિધા તો ખરીજ ત્યારે કર્મચારી માટે પગાર વધારો કરવો હોય તો પગાર પંચ.નિમવામાં આવે છે પંચ નકકી કરે તે મુજબ પગાર નક્કી કરવામાં આવે છે ધારાસભ્યો માટે પણ પંચની નિમણુક કરી યોગ્યનિર્ણય લેવો જોઇએ વિપક્ષ જે ગઇકાલ સુધી વિરોધ કરી રહ્યા હતા તેઓને પોતાના લાભની વાત આવી તેઓ કોઇપણ જાતની દલીલ વગર સર્વસંમતી આપી દીધી એક બાજુ ભાવ વધારો બીજી બાજુ પગાર વધારો પેટ્રોલ-ડીઝલના ભાવો રોજ રોજ વધી રહ્યા છે બજારોમાં વેપાર ધંધામાં મંદીનો માર અને આમ જનતામાં મોઘવારીનો માર ખેડુતોના નાના-મોટા પ્રશ્ને પાણીનો પ્રશ્ન વર્ષ લગભગ નિષ્ફળ છે અનેક પ્રશ્નોમોં ફાડીને ફભા છે ત્યારે કઇ ખુશીને લઇને આ પગાર વધારો કરવામાં આવ્યો હશે? ત્યારે વિધેયકના પગાર વધારાને લઇને વિનુભાઇ વસાણીએ વિરોધની સાથે ટકોર પણ કરેલ છે.(૧૭.૨)

(12:18 pm IST)