Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

દામનગરમાં SBI બેંકના ATM તથા પાસબુક પ્રિન્ટીંગ મશીન બંધ હાલતમાં!!

દામનગર તા.૫: દામનગર શહેરની ૫૦,૦૦૦ ની વસ્તી ધરાવતુ શહેર છે. તથા મેઇન બજારમાં મુકવામાં આવેલ એસબીઆઇ બેંકનું એટીએમ ૩૦ દિવસમાં રપ દિવસ બંધ હાલતમાં જોવા મળે છે. દામનગર શહેર તેમજ આજુ-બાજુ નાના મોટા ગામડાઓના હટાણા દામનગરમાં થતા હોય નાના મોટા વેપારીઓ પૈસા સાથે ન લાવતા હોય અને એટીએમનો આગ્રહ રાખતા હોય તેવા વેપારીઓ જયારે એટીએમમાં પૈસા ઉપાડવા જાય છે. ત્યારે ધીસ એટીએમ ઇસ ટેમ્પરેલી આઉટ ઓફ સર્વિસ પ્લીઝ વિઝીટ એની અધર એસબીઆઇ એટીએમ આવો મેસેજ ડીસપ્લે ઉપર જોવા મળે છે. ને કસ્ટમરને હતાશ થઇને પાછુ જવું પડે છે. તેવી જ રીતે પાસ બુક એન્ટ્રી મશીન પણ આવી જ રીતે ઘણા સમયથી બંધ છે.

આામ દામનગરની જનતા તેમજ આજુબાજુના ગામડાની જનતાને એટીએમનો લાભ મળતો નથી તેમજ દામનગર થી ૬ કિ.મી. ભુરખીયા હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવતા યાત્રાળુઓને પણ મુશ્કેલી વેઠવી પડતી જોવા મળે છે.

લાખો રૂ.ના ખર્ચે મુકવામાં આવેલ એટીએમ મશીન / પાસબુક એન્ટ્રી મશીન બંધ હાલતમાં તેમજ ધૂળ ખાતા જોવા મળે છે. નવરાત્રીના દિવસો-દિવાળીના દિવસો નજીક આવતા હોય તેવા સમયમાં દુકાનદારો તેમજ અન્ય જનતાને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે દામનગરના યુવાન પત્રકાર વિમલ ઠાકરે માંગણી કરેલ છે.(૧.૨)

 

(12:17 pm IST)