Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

કોહવાયેલા મારણ ખાવાથી સિંહોના મોત થયા: અધિકારીઓ અધિકારીઓ બરોબર આપે છે જવાબ :ધારાસભ્ય કાકડીયા

કોઈપણ સ્થિતિ જાણ્યા વિના વન પ્રધાન અધિકારીઓે અભિનંદન આપીને ચાલ્યા જાય છે

 

અમરેલી :ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ વનવિભાગના અધિકારીઓ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે અધિકારીઓ મૂળ કારણ સુધી જતા નથી. અને બારોબાર જવાબ આપે છે તેઓએ કહ્યું કે વન વિભાગના અધિકારી ભલે મારણ આપતુ હોવાનો દાવો કરે પરંતુ  જંગલની આસપાસના ગામોમાંથી સિંહોને મારણ નાખવામાં આવે છે. અને કોહવાયેલા મારણ ખાવાથી સિંહોના મોત થયા છે.

  તેમણે રાજ્ય સરકારના વન પ્રધાન ગણપત વસાવા પર આરોપ લગાવતા કહ્યુ કે, કોઈપણ  સ્થિતિ જાણ્યા વિના વન પ્રધાન અધિકારીઓે અભિનંદન આપીને ચાલ્યા જાય છે. આટલા સિંહોના મોત છતાં સરકારની આંખો ખુલતી નથી. સિંહો માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો .

(9:05 am IST)