Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

સાક્ષાત કાળભૈરવની હાજરી અને ચેતન સમાધી સાથેનું અલોૈકિક શિવમંદિરઃ વિઠલેશ્વર મહાદેવનો મહિમા

કોડીનાર તા.૬: કોડીનારથી ૧૬ કિ.મી. દૂર ગીર જંગલને અડીને વિઠલપુર ગામ આવેલું છે. જયાં વર્ષો જુનું પ્રાચિન વિઠલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

મુળ વિઠલપુર ગામનો જુનો ટીંબો સાંગાવાડ, નદીના કાંઠે આવેલો હતો આ જગ્‍યા સામનીપીરની જગ્‍યા તરીકે ઓળખાય છે. જયાં પીર બાપાની જગ્‍યામાં દેગ કરવામાં આવે છે. અને ગામ પણ ત્‍યાં વસેલું હતું. પણ નદીમાં પુષ્‍કળ પ્રમાણમાં મગરોનો વસવાટ હોઇ આ મગરો માનવ-પશુ પક્ષીઓનો શિકાર કરવા લાગેતા આ જગ્‍યાએ મગરોના ભયથી ત્રણ કિ.મી. દૂર લોકો વસવાટ કરવા આવી ગયેલ.

હાલ જે જગ્‍યાએ વિઠલપુરનો ટીંબો આવેલો છે તે મુળ લોહાણા મહાજન વિઠલભાઇએ બાંધ્‍યો હોવાથી ગામનું નામ વિઠલપુર તરીકે ઓળખાવા લાગેલ.

મહાદેવનું મંદિર પણ વિઠલભાઇ એ બાંધી આપતા તે વિઠલેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખાય છે. આજ વિઠલભાઇએ બિજુ એક શિવ મંદિર પ્રાચી તિર્થ કાંઠે બંધાવી આપેલ. તે પણ વિઠલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. વિઠલપુરના વિકલેશ્વર મહાદેવના મહંત તરીકે મનુગીરી બાપુ પુજા અર્ચના હાલમાં કરે છે. આ જગ્‍યાએ ભાદરવી પુનમનો મેળો ભરાય છે. આ મંદિર સાંગાવાડી નદીના કિનારે આવેલ છે. મહાદેવના મંદિર સાથે-સાથે કાળભૈરવ-મંદિર અને શિતળા માતાની પણ સ્‍થાપના કરવામાં આવી હોઇ લોકો સાતમ-આઠમના તહેવારમાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્‍યામં ઉમટી પડે છે. આ જગ્‍યાએ બગદાણાના સંત બાપા સીતારામ પણ આવીને ભજન ર્કિતન કરી ગયા છે.

ઉતર ભારતના કુરૂક્ષેત્ર ના રહેવાસી મંગળગીરી બાપુની સમાધી પણ આવેલી છે. તેમજ બીજા એક સન્‍યાસીની ચેતન સમાધી પણ આવેલી છે.

આ જગ્‍યાનું મુખ્‍ય આકર્ષણ એવું છે કે એકજ વૃક્ષ માંથી ઉછરેલા સાત પીપળા આવેલા છે જયાં સાક્ષાત કાળભૈરવ બિરાજેતા હોવાની વાયકા છે. શ્રાવણ મહિના દરમ્‍યાન પુજારી મહંત મનુગીરી બાપુ દ્વારા શિવના વિવિધ શૃંગાર-પુજા કરવામાં આવેલ. મોટી સંખ્‍યામાં શિવભકતો લાભ લઇ ધન્‍યતા અનુભવી રહયા છે.

(12:01 pm IST)