Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

પોરબંદરના મેળામાંથી ખિસ્સાકાતરૃ ગેંગ પકડાઇ

ઉપલેટા, જેતપુર અને પોરબંદરની બે મહિલા સહિત પાંચની અટકાયત

પોરબંદર તા.૬: અહીનાં લોકમેળા માંથી લોકોના ખિસ્સા કાપતી ગેંગને પોલીસે ઝડપી લીધી હતી. આ ગેંગમાં ઉપલેટા, જેતપુર અને પોરબંદરની બે મહિલા સહિત પાંચનો સમાવેશ થાય છે. જન્માષ્ટમીના છ દિવસીય લોકમેળાનો રંગારંગ પ્રારંભ થયો હતો. આ પ્રારંભની સાથે જ મેળો માણવા આવતાં લોકોના ખિસ્સામાંથી રોકડ રકમ, મોબાઇલ ફોન તથા દાગીનાની ચોરીની ફરિયાદો ઉઠવા પામી હતી. આ ફરિયાદોના પગલે પોલીસે તપાસ શરૃ કરીને લોકમેળામાં ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું. આ ફુટેજના આધારે શંકાના દાયરામાં આવેલ ઉપલેટાની બે મહિલા મનિષા વિશાલ પરમાર, ગીતા પોપટ પરમાર, જેતપુરના આશિષ પ્રવિણ સોલંકી અને પોરબંદરના છાયાના નવાપરાના બે સગા ભાઇ ભરત બાબુભાઇ પરમાર અને મુકેશ બાબુભાઇ પરમારને અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. આ પાંચેયની સધન પુછપરછ શરૃ કરવામાં આવી છે.(૧.૩૭)

(11:58 am IST)