Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા કર્મયોગી દિવસ” ની ઉજવણી કરાઇ

 દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” અંતર્ગત આજ રોજ ‘‘મહિલા કર્મયોગી દિવસની’’ ઉજવણી નાયબ કલેકટરશ્રી ગ્રીષ્મા રાઠવાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવનના સભાખંડ ખાતે કરવામાં આવી હતી. જે અંતર્ગત  સી.એચ.ઓ તથા આશાવર્કર બહેનો માટે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી(અટકાયત,પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ તેમજ જનરલ હોસ્પીટલ ખંભાળીયા ખાતે સાઇકીયાટ્રીસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉ.વારોતરીયા સાહેબ દ્વારા માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ(પારીવારીક અને કામકાજ વચ્ચે સંતુલન) વિષય પર વક્તવ્ય આપવામાં આવેલ. મહિલા અને બાળ અધિકારી દ્વારા મહિલાલક્ષી યોજનાઓ તથા અન્ય કાયદાઓ વિશે માહિતી પૂરી પાડેલ.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ચંદ્રેશ ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી પ્રફુલ જાદવ, મદદનીશ સરકારી વકિલ અલ્પેશ પરમાર, ડો.જગદીશભાઇ વારોતરીયા જનરલ હોસ્પીટલ ખંભાળીયા, સી.એચ.ઓ તથા આશાવર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા

(12:49 am IST)