Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

સોમનાથ વિસ્તારમાં સવારથી વરસતા વરસાદને કારણે મગફળી સહિતના વાવેતરને મોટો ફાયદો

પ્રભાસ પાટણ: સોમનાથ વિસ્તારમાં સવારના ધીમી ધારે વરસાદ વરસી રહેલ છે જેના કારણે મગફળી સહિતના વાવેતરને મોટો ફાયદો થયેલ છે શરૂઆતમા વરસાદ વરસ્યા બાદ વિરામ લેતાં મગફળી સહિતના ના પાકો ને વરસાદ ની ખાસ જરૂરીયાત હતી અને ખેડૂતો પાણી વાળી રહેલા હતા એવા સમયે વરસાદ વરસતા ચોમાસું પાકોને જોરદાર ફાયદો થયેલ છે અને ખેડૂતો મા આનંદની લાગણી ફેલાયેલી છે તસ્વીરમાં મગફળીના ખેતરો પાણીથી ભરાયેલા નજરે પડે છે

(12:45 am IST)