Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મોરબી : ખાનગી કંપનીમાં રોકાણકારોના ફસાયેલા નાણા પરત અપાવવા માંગ.

રોકાણકારોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું.

મોરબી જીલ્લામાં અનેક લોકોએ PACL ઇન્ડિયા લીમીટેડ નામની કંપનીમાં રોકાણ કર્યું હોય જે રોકાણકારોના ફસાયેલા નાણા સમયસર અપાવવાની માંગ સાથે આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે

જે આવેદનમાં મોરબી જીલ્લા PACL પીડિત સંગઠનના રોકાણકારોએ જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં PACL ઇન્ડિયા લીમીટેડ કંપનીમાં એજન્ટ તરીકે ઘણા સમયથી કામ કરતા હતા જે કંપની વર્ષ ૧૯૮૩ માં ડીપાર્ટમેન્ટ ઓફ કંપની અફેરમાં રજીસ્ટર થયેલ હતી જેમાં નાની બચતનું કામ હોય જેથી રોકાણ કરતા ગ્રાહકોને નક્કી કરેલ સમય મર્યાદામાં વ્યાજ સાથે રકમ પરત આપવામાં આવી હતી પરંતુ વર્ષ ૨૦૧૪ માં SEBI દ્વારા કંપની પર રોક લગાવી દેવામાં આવી જેનો કેસ હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં ચાલતા વર્ષ ૨૦૧૬ માં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપ્યો હતો જેમાં કંપનીની મિલકત વહેચી નાણા જમા થાય તે ગ્રાહકને પરત કરવામાં આવે તેવો આદેશ આપ્યો હતો
સુપ્રીમ કોર્ટના નિવૃત જજની આર એમ લોઢાની નિમણુક કરી હતી અને તેમની કમિટી દ્વારા કંપનીની મિલકતની હરાજી અને વેચાણ કાર્યવાહી કરવામાં આવે છે જેના પરિણામે રૂ ૧ થી ૧૦,૦૦૦ સુધીની રકમ જે ગ્રાહકોના કાગળો અને સર્ટીફીકેટની યોગ્ય ખરાઈ થઇ તેવા ગ્રાહકોના ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે તાજેતરમાં ૧૦,૦૦૦ થી રૂ ૧૫,૦૦૦ સુધીની રકમ પરત કરવા માટે અસલ પ્રમાણપત્રો મંગાવવામાં આવ્યા છે અને કોર્ટના આદેશ પ્રમાણે નાણા પરત કરવાનું કામ ચાલુ છે અને કોર્ટ પણ સમયસર નાણા મળે તેવા પ્રયાસ કરે છે છતાં ગ્રાહકોના નાણા મળવામાં વિલંબ થઇ રહ્યો છે જેથી અનેક ગ્રાહકો ધીરજ ગુમાવી ચુક્યા છે અને એજન્ટોને ધમકી આપવા તેમજ મારામારી કરવા લાગ્યા છે જેથી નાણા જલ્દી મળે તે માટે એજન્ટ મિત્રોએ માંગ કરી છે.

(12:43 am IST)