Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

પ્રભાસ પાટણ ત્રિવેણી સંગમ સામે આવેલ 100 પૂરાણી વણકર સમાજની જગ્યાનુ બાંધકામ જર્જરીત થતા નવુ બાંધકામ શરૂ કરતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા અટકાવવા આવેલ

પ્રભાસ પાટણ:પ્રભાસ પાટણ મુકામે ત્રિવેણી સંગમ સામે 100 વર્ષ પૂરાણી વણકર સમાજ ની જગ્યા આવેલ છે આ આશ્રમ માટે 200 ગજ જગ્યા સોરઠ સરકાર પાસેથી વણકર મેધવાળ સમાજ ના આશ્રમ માટે તે સમયે સમાજ વતી સોલંકી પૂજાભાઇ પીઠાભાઇ ખરીદેલ તે સમયે સમાજ ની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે સામાન્ય બાંધકામ કરવામાં આવેલ

  હાલમાં આ આશ્રમ નુ બાંધકામ જર્જરીત હાલતમાં થયેલ છે જેથી નવા બાંધકામ માટે આ જગ્યા ના વારસદાર બાલુભાઇ સોલંકી એ સહમતી આપેલ

 આ જગ્યા સોમનાથ ટ્રસ્ટ ના વિસ્તારમાં આવતા ટ્રસ્ટ પાસે મંજૂરી માંગવામાં આવેલી જેને બે વર્ષ જેવો સમય થયો છે આ આશ્રમ જર્જરિત હાલતમાં હોવાથી તાત્કાલિક બાંધકામ કરવુ જરૂરી હોવાથી તા 27,7,22 ના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાનાં વણકર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમા સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જે ડી પરમાર અને વણકર સમાજ ના પટેલ પરસોતમભાઈ સોલંકી દ્વારા ખાત મુહુર્ત કરવામાં આવેલ અને ત્યારબાદ જે સી બી મશીન દ્વારા ખોદકામ કરતાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા કામગીરી બંધ કરાવવામાં આવેલ

   આ બાબતે સમાજ ના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં સોમનાથ ટ્રસ્ટ ના સેક્રેટરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ને મળતા તેવોએ ટ્રસ્ટ ના પૂર્વ સેક્રેટરી પી કે લહેરી ને મળવા જણાવેલ સોમનાથ ટ્રસ્ટ પાસે આવડી મોટી જગ્યા છે ત્યારે વણકર સમાજ ના નબળા લોકો ની વર્ષો જુની જગ્યા નુ બાંધકામ કરવા દે તેવી સમાજ ના લોકો ની માંગણી છે

(12:42 am IST)