Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વડીલ બહેનોને સાડી અર્પણ કરી સન્માનિત કર્યા.

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વડીલ બહેનોને સાડી અર્પણ કરી સન્માનિત કર્યા હતા ભારતીય સંસ્કૃતિની જાળવણી કરનાર વડીલ બહેનોને સન્માનિત કરીને આજની યુવા પેઢીને સંદેશ આપવા આવ્યો હતો

આજના જીન્સ પેન્ટના યુગમાં જે બહેનો સાડી પહેરીને આપણી સંસ્કૃતિની જાળવણી કરી રહી છે તેવા બહેનોને સાડી આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વડીલ બહેનોને સાડી અર્પણ કરી સન્માનિત કરી હતી સાથે જ યુવા પેઢીની બહેનો પણ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ અનુભવે અને આપણી સંસ્કૃતિની જાળવણી માટે જાગૃત બને તેવી અપીલ કરી હતી
આ પ્રોજેક્ટને સફળ બનાવવા રંજનાબેન સારડા, કવિતાબેન મોદાણી, પ્રીતિબેન દેસાઈ, જ્યોતિબેન શર્મા, સારિકાબેન સિંહા, શિખાબેન જૈન, રેખાબેન મોર, ચેતનાબેન, ચંદાબેન કલ્પનાબેન શર્મા, કિરણ પ્રીત કોર, કિરણબેન ગાંધી સહિત અન્ય સભ્યોએ ભાગ લીધો હતો.

(12:32 am IST)