Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મોરબીના બેલા રંગપર ગામેથી બાઈક ચોરી થયાની ફરિયાદ

મોરબી શહેર અને તાલુકામાં વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા છે જેમાં બેલા (રંગપર) ગામેથી એપ્રિલ માસમાં બાઈક ચોરી થયું હોય જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો તાલુકા પોલીસે બાઈક ચોરીના બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના રવાપર રોડ શ્રીજી પેલેસના રહેવાસી ઉજમશીભાઈ ભાણજીભાઈ દલસાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બેલા (રંગપર) ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ગેટ પાસે ગત તા. ૦૮-૦૪ ના રાત્રીથી તા. ૦૯-૦૪ ના સવારના ચાર વાગ્યા દરમીયાન તેનું બાઈક જીજે ૦૩ એફએન ૭૪૩૨ વાળું પાર્ક કરેલ હોય જે ૨૦,૦૦૦ ની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે.

(12:28 am IST)