Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મોરબી શહેર અને જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

જીલ્લામાં સાર્વત્રિક વરસાદથી જગતનો તાત હરખાયો

મોરબી જીલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની સવારી ગઇકાલે આવી પહોંચી હતી હવામાન વિભાગની આગાહી પ્રમાણ મોરબી શહેરમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થયો હતો અને મોરબી જીલ્લામાં સાર્વત્રિક વરસાદથી જગતનો તાત હરખાયો હતો.

મોરબી શહેર તેમજ મોરબી જીલ્લામાં ગ્રામ્ય પંથક અને શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદી ઝાપટાથી લઈને સારો વરસાદ વરસ્યો હતો જેમાં મોરબી જીલ્લામાં
 સવારે ૬ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધીમાં ટંકારા તાલુકામાં ૨૩ મીમી, માળિયા તાલુકામાં ૩૨ મીમી, મોરબી તાલુકામાં ૧૭ મીમી, વાંકાનેર તાલુકામાં ૦૬ મીમી અને હળવદ તાલુકામાં ૪૪ મીમી વરસાદ વરસ્યો હતો.
મોરબી શહેરમાં વિઝીબીલીટી ઘટી ગઈ.
આજે સતત વરસાદી માહોલ વચ્ચે બપોરે મેઘરાજાએ વિરામ લીધો હતો જોકે વીઝીબીલીટી એકદમ ઘટી જવા પામી છે ઘુમ્મ્સીયા વાતાવરણમાં જેમ સાવ ધૂંધળું વાતાવરણ જોવા મળે તેવો જ નજારો આજે મોરબીમાં જોવા મળી રહ્યો છે વિઝીબીલીટી ખાસ્સી ઘટી જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

(12:25 am IST)