Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જામજોધપુર ટાઉન ખાતે જુગારધામ પર રેઇડ: કુલ રૂ. ૫,૫૬,૨૨૦ના મુદામાલ સાથે કુલ સાત શખ્શોને પકડી પાડતી જામજોધપુર પોલીસ

 ( દર્શન મકવાણા દ્વારા ) જામજોધપુર :જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું  દ્વારા જીલ્લામાં પ્રોહી તથા જુગારની પ્રવૃતિ નેસ્તો નાબુદ કરવા માટે સમગ્ર જીલ્લામાં સ્પેશીયલ જુગારની ડવ ખેલ હોય જે સ્પેશીયલ ડ્રાઇવમાં વધુમાં વધુ કેશો શોધી કાઢવા માટે જામનગર ગ્રામ્ય ડીવિજન ના.પો.અધિ.કુણાલ દેસાઇ દ્વારા જામજોધપુર પોસ્ટેના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.ચૌહાણને જરૂરી માર્ગદર્શન તથા સૂચના કરેલ. જે અનુસંધાને જામજોધપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ ના માણસો જેમા પો, કોન્સ રાજદિપસિંહ કિશોરસિંહ જાડેજા તથા દીલીપસિંહ વાધુભા જાડેજા તથા રૂક્ષીરાજસિંહ રણજીતસિંહ વાળા તથા અશોકભાઇ બાબુભાઇ ગાર્ગીયા તથા માનસંગભાઇ ઝાપડીયા ને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે જામજોપુર માર્કેટીંગ યાર્ડ ખાતે ની દુકાનમાં અમુક ઇસમો જુગાર રમી રહેલ છે. તેવી હકીકત આધારે રેઇડ કરી કુલ-૭ આરોપીઓ ને રોકડ રૂ, ૧,૮૬,૨૨૦તથા મોબાઇલ ફોન નંગ-૭ કીરૂ ૭૦,૦૦૦ તથા મોટર કાર કીરૂ ૩,૦૦,૦૦૦ એમ કુલ મળી રૂ. ૫,૫૬,૨૨૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. જેની વિરુધ્ધ પો.હેડ.કોન્સ પ્રજ્ઞરાજસિંહ જાડેજા ની ફરીયાદ આધારે પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.ચૌહાણ દ્વારા જુગાર ધારા- કલમ ૪૫ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડી પાડેલ આરોપીઓ (૧) પ્રિતેશભાઇ ઉર્ફે શૈલેષભાઇ રશિકભાઇ ભાલોડીયા (૨) અમીતભાઇ જગદીશભાઇ ખાંટ (૩) શ્યામભાઇ અતુલભાઇ માણાવદરીયા જાતે પટેલ (૪) પીયુશભાઇ શાંતીલાલ ભુવા (૫) કમલેશકુમાર રમણીકભાઇ હીના (૬) ભાવેશભાઇ મોહનભાઇ વડાલીયા (૭) ભાવીનકુમાર મનસુખભાઇ ખોટ ને ઝડપી પાડ્યા હતા

આ કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર  એમ.એન.ચૌહાણ તથા પો.સ.ઇ કે.સી વાઘેલા તથા પો.હેડ.કોના પ્રતરાજસિંહ જાડેજા પો.કોન્સ. માનસંગભાઇ કાપડીયા તથા રાજદિપસિંહ જાડેજા તથા પ્રો.કોન્સ.અશોકભાઇ ગાગીયા તથા રૂષીરાજસિંહ વાળા તથા દિલીપસિંહ જાડેજા તથા વૃપો કોન્સ રિધ્ધીબેન વાડોદરીયા વિગેરેના ઓએ કરેલ છે.

(10:04 pm IST)