Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાથી પાંચ વ્યકતીને કુલ મુદામાલ રૂપીયા-૧૦,૪૫૦ ના જુગાર સાથે પકડી પાડતી જામજોધપુર પોલીસ

(દર્શન મકવાણા દ્વારા ) જામનગર જીલ્લાના પોલીસ વડાપ્રેમસુખ ડેલુનાઓની સુચના તથા જામનગર ગ્રામ્ય ડીવીઝનના ના.પો.અધી.કુણાલ દેસાઇના માર્ગદશર્ન મુજબ જામજોધપુર પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એમ.એન.ચૌહાણનાઓના માર્ગદર્શન મુજબ જામજોધપુર પોલીસની ટીમ પો.સ્યું. વિસ્તારમા જુગાર તથા પ્રોહી.ના કેશો શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા.

 દરમ્યાન પોલીસ સાફના પોલીસ હેડ કોન્સ. ગીરીરાજસિંહ જેઠવા તથા પોલીસ કોન્સ. પોલાભાઇ ઓડેદરા તથા પોલીસ કોન્સ. રાજવીરસિંહ પરમારનાઓને સંયુક્ત રીતે બાતમી મળેલ કે અમરાપર ગામે રામ મંદિરની પાછળની સોસાયટી વીસ્તારમા રામદેભાઇ ભિમાભાઇ વદરના મકાનની બાજુમા ખુલ્લા રોડ અમુક મહીલા તથા પુરુષ ગંજીપતાના પાના વડે તીનપતિ રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરે છે તેવી હકિકત મળેલ હોય જેથી સદરહુ જગ્યાએ પોલીસ સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા  આરોપીઓ તથા મુદામાલ મળી આવેલ જે કબ્જે કરવામા આવેલ છે

 

. પકડાયેલ આરોપીઓના નામ (૧)અરજણભાઇ બાલુભાઇ પરમાર જાતે મેર ઉ.વ.૩૪ ધંધો ખેતી રહે.અમરાપર વાડી વીસ્તાર તા.જામજોધપુર જી.જામનગર તથા (૨) રામદેભાઇ પોપટભાઇ કડછા જાતે.મેર ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.અમરાપર ગામ તા.જામજોધપુર જી.જામનગર તથા (૩) રામદેભાઇ ભિમાભાઇ વદર જાતે. મેર ઉ.વ.૩૬ ધંધો ખેતી રહે અમરાપર ગામ તા.જામજોધપુર જી.જામનગર તથા (૪) રાણીબેન વા/ઓ રામદેભાઇ વદર જાતે મેર ઉ.વ.૩૫ ધંધો, ઘરકામ રહે.અમરાપર ગામ તા.જામજોધપુર જી.જામનગર તથા (૫) શાંતિબેન વા/ઓ પુંજાભાઇ ઓડેદરા જાતે મેર ઉ.વ.૪૫ ધંધો.ઘરકામ રહે.અમરાપર ગામ તા. જામજોધપુર જી.જામનગર વાળાઓ પકડાય જઇ તમામ આરોપીઓએ જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો કરેલ હોય જે તમામ વિરૂધ્ધ પોલીસ હેડ કોન્સ. ગીરીરાજસિંહ ઇન્દ્રવિજયસિંહ જેઠવા નાઓએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે

 ગંજીપતાના પાના નંગ-૫૨ કી.રૂ.૦૦/૦૦ તથા રોકડા રૂપીયા-૧૦,૪૫૦નો મુદામાલ કબ્જે કર્યો છે,

 આ કાર્યવાહીમા જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એમ.એન.ચૌહાણ સાહેબ તથા પો.સબ.ઇન્સ. કે.સી.વાઘેલા સાહેબ તથા પોલીસ હેડ કોન્સ. ગીરીરાજસિંહ જેઠવા તથા પોલીસ કોન્સ. રાજવિરસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. પોલાભાઇ ઓડેદરા તથા વુ.પોલીસ કોન્સ. રિધ્ધિબેન ભરતભાઇ દવે તથા વુ.પોલીસ કોન્સ. શિતલબેન સુદાભાઇ મુછાર નાઓએ કરેલ છે.

(10:01 pm IST)