Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જાહેરમાં જુગાર રમતા ઇસમોને રોકડ રૂપિયા ૧૧૨૨૦ સાથે પકડી પાડતી જામજોધપુર પોલીસ

 ( દર્શન મકવાણા દ્વારા ) જામજોધપુર :જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું દ્વારા જિલ્લામાં પ્રોહી તથા જુગારની પ્રવૃતિ નેસ્તો નાબુદ કરવા માટે સમગ્ર જીલ્લામાં સ્પેશીથલ પ્રોહી જુગારની ડ્રાઇવ રાખેલ હોય જે સ્પેશીયલ ડ્રાઇવમા વધુમા વધુ કેશો શોધી કાઢવા માટે જામનગર ગ્રામ્ય ડીવિજનના પો.અધિ.કુણાલ દેસાઇ દ્વારા જામજોધપુર પોસ્ટના પીલીસ ઇન્સપેક્ટર એમ.એન.ચૌહાણને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ, જે અનુસંધાને જામજોધપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તાર પ્રટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો કોન્સ રાજદિપસિંહ કે જાડેજા તથા પો.કોન્સ દિલીપસિંહ વી જાડેજા ને ખાનગી રાહે બાતમી મળેલ કે વેરાવળ ગામ જામુળી વાળી વીસ્તાર મા રહેતા હુશેનભાઇ અલારખાભાઇ રાવકરડા ધરની પાછળના ભાગે ખુલી જગ્યામાં સ્ટ્રીક લાઇટના અજવાળે અમુક ઇસમો જુગાર રમી રહેલ છે તેવી હકીકત આધારે રેઇડ કરી કુલ ૪ આરોપીઓને રોક્ડ રૂપીયા ૧૧૨૨૦/- સાથે પકડી પાડતા પો.હેડ.કોન્સ પ્રતરાજસિંહ જાડેજા એ જુગાર ધારા-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 પકડી પાડેલ આરોપીઓ (૧) હુશેનભાઇ અલારખાભાઇ રાવકરડા.(ર) હારૂન હાજી રાવકુરડા (૩) હનીફભાઇ મામદભાઇ સવકરડા રહે ત્રણેય વેરાવડ ગામ તા.જામજોધપુર જી. જામનગર,(૪) જેન્તીભાઇ બીજભાઇ મુળીય પડવાગામ ચાવડમાંના મંદીર પાસે તા.ભાયાવદર જી.રાજકોટ ને ઝડપી પાડ્યા છે,

 આ કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એમ એન. ચૌહાણ તથા પો.સ.ઇ કે.સી વાઘેલા તથા પો.હેડ.કોન્સ પ્રારાજસિંહ જાડેજા પો.કોન્સ. માનસંગભાઇ જાપડીયા તથા રાજદિપસિંહ જાડેજા તથા પો.કોન્સ.અશોકભાઇ ગારીયા તથા રૂષીરાજસિંહ વાળા તથા દિલીપસિંહ જાડેજા તથા તથા યુ.પો કોન્સ રિધ્ધીબેન વાડોદરીયા વિગેરેના ઓએ કરેલ છે.

(10:00 pm IST)