Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ભાવનગરના મહુવામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો :સિહોરમાં એક ઇંચ અને ઉમરાળા વલભીપુરમા અડધો ઇંચ વરસાદ પડ્યો

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવામાં બપોરે ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે  સિહોરમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરાળા વલભીપુરમા અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
ગોહિલવાડ પંથકમાં આજે બપોરે વરસાદી માહોલ ઉભો થયો હતો. જિલ્લાના મહુવામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો અને ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જ્યારે શિહોર ઉમરાળા વલભીપુરમાં પણ અડધાથી એક ઈંચ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં બપોરે વરસાદનું ઝાપટું વરસી ગયું હતું.
આજે સવારના 6 થી સાંજના 6  દરમિયાન ભાવનગરના મહુવા માં 71 મી.મી. સિહોરમાં  24 મી.મી. , ઉમરાળા માં 15 , વલભીપુરમાં  14 મી.મી. ભાવનગરમાં 8 મી.મી. અને ગારીયાધાર માં 5 મી.મી વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 31.9ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75ટકા અને પવનની ઝડપ 10 કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(8:59 pm IST)