Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

રાજુલાની ડુંગર ગામની સુકવો નદી બે કાંઠે : સાજણવાવની સાજણી નદીમાં પણ પૂર આવ્યું

લાઠી શહેર અને ગ્રામ્યમાં રામપર, તાજપર, ભુરખીયા ગામમાં વરસાદ પડ્યો

 અમરેલીમાં  ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી વિવિધ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. જેને પરિણામે ફરીથી નદી નાળા છલકાઈ ઉઠ્યા  છે કેટલીક નદીઓમાં પૂર પણ આવ્યા છે.  અમરેલીના લાઠી શહેર અને ગ્રામ્યમાં રામપર, તાજપર, ભુરખીયા ગામમાં વરસાદ પડ્યો છે. રાજુલાની ડુંગર ગામની સુકવો નદી બે કાંઠે વહેતી થઇ છે અને  રાજુલા તાલુકાના સાજણવાવની સાજણી નદીમાં પણ પૂર આવ્યું છે

(8:10 pm IST)