Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

બોટાદમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો : અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ

અંડર બ્રિજ પર બેરીકેડ લગાવીને રસ્તો બંધ કરાયો અને પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો : બરવાળા અને રાણપુરમાં એક-એક ઈંચ વરસાદ : રાણપુર, નાગનેશ, દેવળીયા, હડમતાળા, ધારપીપળા, બોડીયા, દેવગાણા, કિનારા, માલપર સહિતના ગામોમાં વરસાદ

બોટાદ :  ભારે વરસાદની આગાહી વચ્ચે બોટાદ જિલ્લામાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે બોટાદ શહેરની ગલીઓમાં પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. બોટાદના ગઢડા માં 2 ઈંચ વરસાદ તો બરવાળા માં 1 ઈંચ વરસાદ અને રાણપુરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. નોંધનીય છે કે ગઈકાલ સાંજથી રાણપુર અને ગ્રામ્ય પંથકમાં વાતાવરણ બદલાયું હતું અને રાત્રિના સમયે વરસાદ વરસ્યો હતો. રાણપુરના રાણપુર, નાગનેશ, દેવળીયા, હડમતાળા, ધારપીપળા, બોડીયા, દેવગાણા, કિનારા, માલપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.

બોટાદ શહેરમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતાં અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. તેમજ અંડર બ્રિજ પર બેરીકેડ લગાવીને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, તેમજ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.

ગઈકાલ સાંજથી રાણપુર અને ગ્રામ્ય પંથકમાં વાતાવરણ બદલાયું હતું અને રાત્રિના સમયે વરસાદ વરસ્યો હતો. રાણપુરના નાગનેશ, દેવળીયા, હડમતાળા, ધારપીપળા, બોડીયા, દેવગાણા, કિનારા, માલપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. રાણપુર પંથકમાં ઘણા સમયના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા હતા અને ભારે ઉકળાટ બાદ વરસાદ થતા ગ્રામજનો અને ખેડૂતો આનંદિત થઈ ગયા હતા. રાણપુર તાલુકાના ઉમરાળા, અલમપુર, કિનારા, ધારપીપળા, કસ્બાતી અણીયાળી કેરીયા,સહિતના આસપાસના ગામોમાં વરસાદ થયો છે.

(7:50 pm IST)