Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

દ્વારકાધીશ ભગવાનના દર્શને કાલે ઉપ રાષ્ટ્રપતિ વેંકેંયા નાયડુ :ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવતા ઍસપી નિતેશ પાંડે : રિહર્સલ કરાયુ

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર,તા.૫: આવતી કાલે તા.૦૬/૦૮ ના રોજ ઉપરાષ્ટ્રપતિ વેકેયા નાયડુ રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ તથા દેવોનાં દેવ ભગવાન શિવના દર્શનાર્થે પધારવાના છે.

તેમની સુરક્ષા માટે ૬ ડી.વાય. ઍસ.પી. ૧૨ પી આઇ, ૪૦ જેટલા પી.ઍસ.આઇ અને ૧૧૦૦ જેટલા સુરક્ષા જવાનોને તૈનાત કરી રિહર્સલ કરવામાં આવ્યુ હતું.

ઍસ.પી નિતેશ પાંડે દ્વારા સીધા પોતાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(5:33 pm IST)