Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ઘટાટોપ વાદળા છવાયા : ગમે ત્યારે મેધરાજા તૂટી પડે તેવો માહોલ : કચ્છના અંજારમાં પોણા બે ઇંચ : ટંકારા ,પોરબંદર , ધ્રાંગધ્રા , માળીયાહાટીના અને મહુવામાં એક ઇંચ : ૩૨ તાલુકામાં ઝાપટા થી માંડીને અડધો ઈંચ વરસાદ

રાજકોટ તા.૫ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઘટાટોપ વાદળા સાથે

મેઘરાજા ગમે ત્યારે તૂટી પડે તેઓ માહોલ છવાયો છે કોઈ જગ્યાએ હળવો તો કોઈ જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે રાજકોટમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છવાયુ છે આ લખાય છે ત્યારે સાંજે 4:30 વાગ્યે વરસાદી વાતાવરણ સાથે હળવો ભારે વરસાદ વરસી જાય છે.

         કચ્છના અંજારમાં પોણા બે ઇંચ  વરસાદ પડ્યો છે જ્યારે મોરબી જિલ્લાના ટંકારા તથા પોરબંદર શહેર તેમજ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના , સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને ભાવનગર જિલ્લાના મહુવામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.છેલ્લા છેલ્લા ૩૨ તાલુકામાં ઝાપટા થી માંડીને અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

          જેમાં અમરેલી , લીલીયા ,સાવરકુંડલા , સિહોર , ગાંધીધામ , ઉના , તાલાલા , વેરાવળ , સુત્રાપાડા , કેશોદ, જુનાગઢ , મેંદરડા , માંગરોળ ,  માણાવદર , વંથલી , વિસાવદર , માળીયામીયાણા  ,  મોરબી , વાંકાનેર , હળવદ, જામકંડોરણા , લોધિકા , ગોંડલ ,રાણાવાવ , ચુડા ,ચોટીલા , થાનગઢ , પાટડી , મુળી , લખતર , વઢવાણ અને સાયલા સહિતના વિસ્તારોમાં ઝાપટા થી માંડીને અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

(5:08 pm IST)