Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

બોટાદ-૪, ગઢડા-૩ાા, રાણપુરમાં ર ઇંચ વરસાદ

બરવાળામાં દોઢ, જાફરાબાદ, હળવદ, શિહોરમાં ૧ ઇંચઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગોરંભાયેલું વાતાવરણ

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારથી ગોરંભાયેલું  વાતાવરણ છવાયુ છે જે બપોરે ર.૩૦ વાગ્‍યે પણ યથાવત છે. અને કોઇ જગ્‍યાએ હળવો તો કોઇ જગ્‍યાએ ભારે વરસાદ વરસી જાય છે.
બોટાદ જીલ્લાનાં બોટાદ શહેરમાં ૪ ઇંચ તથા ગઢડામાં સાડા ત્રણ ઇંચ તથા રાણપુરમાં ર ઇંચ અને બરવાળામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.
જયારે અમરેલી જીલ્લાના જાફરાબાદ, ભાવનગરના શિહોર અને મોરબી જીલ્લાના હળવદમાં ૧ ઇંચ વરસાદ પડયો છે.
આ ઉપરાંત માંગરોળ, માળીયાહાટીના, બાબરા, રાજૂલા, ઉમરાળા, વલ્લભીપુર, કાલાવાડમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
જયારે જૂનાગઢ, અમરેલી, લીલીયા, સાવરકુંડલા, ભાવનગર, ગારીયાધાર, મહુવા, જામનગર, ઉના, માળીયા મિંયાણાં, મોરબી, વિંછીયા, કોટડા સાંગાણીમાં ઝાપટા વરસ્‍યા છે.

 

(4:09 pm IST)