Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મોરબીના ફડસર ગામે ૭ર બોટલ દારૂ સાથે કાના સોઢીયા પકડાયો

હળવદના કોયલા પાસે હોટેલમાંથી દારૂના જથ્‍થા સાથે બે પકડાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. પઃ  ફડસર ગામે ખરાબાની જમીનમાંથી ઇંગ્‍લિશ દારૂની ૭૨ બોટલ સાથે એક ઈસમને પોલીસે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર એલ.સી.બી. પોલીસના પી આઈ એમ આર ગોઢાંણીયાના માર્ગદર્શન હેઠળ  પો.સબ.ઇન્‍સ. એન.બી.ડાભી તથા એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. સ્‍ટાફના માણસો કાર્યરત હતા દરમ્‍યાન પો.હેડકોન્‍સ.રામભાઇ મંઢ, તથા પો.કોન્‍સ. સંજયભાઇ રાઠોડ, ભરતસિંહ ડાભીને ફડસર ગામે દારૂના વેપલાની સંયુકતમાં ખાનગી રહે બાતમી હતી.જેને પગલે દરોડા પાડતા આરોપી કાના શામળાભાઇ સોઢીયા પડતર ખરાબાની જગ્‍યામાં વિદેશીદારૂનો જથ્‍થો સંતાડી રાખ્‍યો હતો. જે રેઇડ દરમિયાન મળી આવતા પોલીસે વિદેશીદારૂની બોટલો નંગ-૭૨ કિ.રૂ. ૩૨,૪૦૦/- નો મુદામાલ જપ્ત કરી આરોપી કાનાની ધરપકડ કરી  મોરબી તાલુકા પોલીસને હવાલે કર્યો હતો. 

તેમજ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદના કોયબા ગામના પાટિયા સામે આવેલ આરોપી હિતેશ  ઉર્ફે લાલો નાગરભાઈ હડીયલના કબ્‍જા ભોગવટવાળી જૂની આશાપુરા હોટલમાં આરોપી દેવરાજ સિંધાભાઈ ઘાઘર બંનેને હોટલમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૫ કીમત રૂ.૭૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:30 pm IST)