Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જેતપુર બોસમીયા કોલેજમાં ઇ.એફ.આઇ.આર.નો સેમીનાર રેન્‍જ આઇ.જી.ની અધ્‍યક્ષતામાં યોજાયો

જેતપુર : રાજ્‍યના લોકોને વાહન, મોબાઇલ ચોરી જેવા ગુન્‍હાઓમાં પોલીસ સ્‍ટેશનને જવું ન પડે અને તેની ફરીયાદ ઘરે બેઠા કરી શકે તેવા હેતુથી કેન્‍દ્રીય ગૃહમંત્રી અમીતભાઇ શાહના હસ્‍તે ઇ-એફઆઇઆરની એપ્‍લીકેશન લોન્‍ચ કરવામાં આવેલ. આ પ્રોજેકટ વેંગવંતો બને  તે હેતુથી આ અંગેનો સેમીનાર બોસમીયા કોલેજ ખાતે યોજાયો હતો.જેમાં રેન્‍જ આઇ.જી. સંદિપ સંઘ જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી મયુરસિંહ રાજપુત, માહીતગાર કર્યા હતા. સીટી પી.આર. અજયસિંહ ગોહીલ તથા કોલેજના પ્રિન્‍સીપાલ આર.કે.ચોચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. (તસ્‍વીર-અહેવાલ : કેતન ઓઝા-જેતપુર)

(1:36 pm IST)