Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા વિવિધ સેવા કાર્યો

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૫:  વિસાવદર લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્‍ટ્રીકટ ચેરપર્સન ભાસ્‍કરભાઈ જોશીનાં માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકાની ગોવિંદપરા,દાધિયાપરા તેમજ રામપરા ગીર સહિતની શાળાઓમાં પર્યાવરણ જાગૃતિ વિશે ચિત્ર સ્‍પર્ધા, સંવાદ કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય હિન્‍દી ભાષાનાં મહાન કવિશ્રી મૈથિલીશરણ ગુપ્તની જન્‍મજયંતિ અંતર્ગત નિબંધ લેખન, કાવ્‍ય લેખન સહિતનાં શાળા વાઈઝ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા.પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર કમ-સેક્રેટરી રમણીકભાઇ ગોહેલનાં આર્થિક સહયોગથી શાળાઓના વિદ્યાર્થીઓને ફ્રૂટ, પાર્લે બિસ્‍કીટ પેકેટ તેમજ ચોકલેટનું અલગ અલગ શાળા વાઈઝ વિતરણ કરવામાં આવ્‍યું હતુ.પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા,રમણીકભાઇ ગોહેલ, ટ્રેઝરર ભાવેશભાઈ પદમાણી, શાળા પરિવાર હાજર રહ્યા હતા.

(1:36 pm IST)