Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

પોરબંદરમાં કોરોનાના ૧૦ કેસોઃ કોરોનાના અન્‍ય ૭ દર્દીઓ સારવારમાં સાજા થયા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. પ :.. ગઇકાલે ૬૩૯ વ્‍યકિતઓના કોરોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતાં. જેમાંથી ૧૦ વ્‍યકિતઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્‍યા છે.

જિલ્લામાં અત્‍યાર સુધીમાં કોરોના ટેસ્‍ટનો કુલ આંક ૩૯૭૯૬ર તથા કોરોના પોઝીટીવ કેસોનો કુલ આંક ૪રર૧ થયેલ છે. જિલ્લામાં કોરાનાની સારવારમાં સાજા થયેલ દર્દીઓની કુલ સંખ્‍યા ૪૦૩૪ પહોંચી છે. જિલ્લામાં કોરોનાના ૪૮ કેસો એકટીવ છે જેમાંથી ર૭ વ્‍યકિતઓ સીવીલ હોસ્‍પિટલ તથા ર૧ વ્‍યકિતઓ હોમ આઇસોલેશનમાં છે.

(1:36 pm IST)