Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

વિસાવદરના લેરિયા ગામે પૂ. આઇ. રૂપલમાંની ઉપસ્‍થિતિમાં શીતળા માતાજીના મંદિરનો જિણોધ્‍ધાર

વિસાવદર, તા. પ :  લેરીયા ગામે પવિત્ર શિતળા સાતમના શુભ દિવસે આઇમાં રૂપલમાનું આગમન થયુ અને ગ્રામજનો દ્વારા માતાજીનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું. માતાજી દ્વારા નવા બનેલા શિતળા માતાજીનો સ્‍થાનકનું પૂજન કરવામાં આવ્‍યું તેમજ નિવૈધ સ્‍વરૂપે ફુલેરનું જુવાર પણ થયું.

આ પ્રસંગે ખોડિયારધામ લેરીયાથી મંગળુબાપુ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. બાળાઓ દ્વારા સ્‍વાગત બહેનો દ્વારા ભવ્‍ય રાસ અને બટુક ભોજનના કાર્યક્રમો રાખવામાં આવ્‍યા હતા. નરેન્‍દ્રભાઇ કોટીલા અને નટુભાઇ મુંગલપરા દ્વારા માતાજી અને મંગળુબાપુનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ભાઇશ્રી જીણાભાઇ અને દેસુરભાઇ ગઢવીની પણ ઉપસ્‍થિતિ સાથે લેરીયા ગામના ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી શિતળા સાતમની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.

(1:35 pm IST)