Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

રાજ્‍યકક્ષાના કાર્યક્રમમાં મંચસ્‍થ જૂનાગઢ જિલ્લાનું મહિલા નેતૃત્‍વ

 જૂનાગઢ તા.૪    રાજ્‍યભરમાં નારી વંદન ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્‍યારે આ ઉત્‍સવના ચોથા દિવસે જૂનાગઢમાં રાજ્‍યના મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગનો સ્‍વતંત્ર હવાલો ધરાવતા રાજ્‍યમંત્રી શ્રીમતિ મનિષાબેન વકીલની અધ્‍યક્ષસ્‍થાને મહિલા નેતળત્‍વ દિવસની ઉજવણીમાં મંચની એક અલગ તસવીર જોવા મળી હતી.

   શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્‍યમંત્રી શ્રી દેવાભાઈ માલમ, કલેકટરશ્રી રચિત રાજ, મ્‍યુ.કમિશનરશ્રી રાજેશ તન્ના  સહિતના પદાધિકારીઓએ મંચ પર પોતાનું સ્‍થાન ન લેતા જિલ્લાના તમામ મહિલા પદાધિકારી -અધિકારીઓને સ્‍થાન આપ્‍યું હતું. આ મહિલા નેતળત્‍વ દિવસે પુરુષ પદાધિકારી-અધિકારીઓની પહેલથીસ્ત્રી દાક્ષણ્‍ય ભાવ ઉજાગર થયો હતો.

    આ પહેલની મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે નોંધ લઇ મંત્રીશ્રી દેવાભાઈ માલમ સહિતના પદાધિકારી અધિકારીઓનો આભાર પ્રગટ કર્યો હતો.

   આ  પ્રસંગે જિલ્લા પંચાયતના -મુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, પૂર્વ મેયરશ્રીઓ, -ાંત અધિકારી સુશ્રી ભૂમિ કેશવાલા, ડે.કલેકટરશ્રી ચાંદની પરમાર મહિલા નગરસેવકો સહિતના મહિલા પદાધિકારી-અધિકારીઓ મંચ પર શોભાયમાન થયા હતા.જૂનાગઢમાં મહિલા નેતળત્‍વ દિવસની ઉજવણીમાં મંચની અલગ તસવીર જોવા મળી હતી. 

(1:35 pm IST)