Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

સાવરકુંડલાની ઍસ.વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રી ઍ. કે. ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ગુરુવંદના કાર્યક્રમ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૫ઃ ી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી ઍસ.વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રી ઍ. કે. ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ - સાવરકુંડલામાં આઝાદીનાં અમ્રૂત મહોત્સવ નિમિત્તે ભારત માતાની પૂજા,  આરતી કરાઇ હતી.
શાળાની દિકરીઓ સાક્ષાત ભારત માતા સ્વરુપે હાજર હોય તેમનૂં કંકુ નો ચાંદલો તથા આરતી ઉતારી પુષ્પો ની વુષ્ટી કરી વંદના કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. . શ્રી નૂતન કેળવણી મંડળનાં પ્રમુખ ચંદ્રીકાબેન ઘેલાણી કામદાર, ઉપપ્રમુખ મુકુંદભાઈ નાગ્રેચા, ગીતાબેન જોષી ઉપસ્થિત રહ્ના હતા. શાળાનાં આચાર્યા વર્ષાબેન નરેન્દ્રભાઇ ખખ્ખર, તેમજ સમગ્ર સ્ટાફ પરિવારને પ્રપ્રમુખ, ઉપપ્રમુખ, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓઍ તથા ડીઈઓ મેડમને અભિનંદન પાઠવ્યા હતા. સંચાલન શ્રી તેરૈયાઍ કર્યુ હતું.(૨૩.૨૫)

(1:34 pm IST)