Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

લમ્‍પી વાયરસ ના કારણે હરબટીયાળી ગામમાં અત્‍યાર સુધીમાં ૪૫ ગાય સહિત ૫૦ પશુઓના મોત

મૃત ગાયોને સમાધિ આપવા ગૌ પ્રેમીની અનોખી સેવા

ટંકારાઃ તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં લંપી વાયરસે હાહાકાર મચાવ્‍યો છે. આ રોગના કારણે દરરોજ મોટી સંખ્‍યામાં પશુઓ મૃત્‍યુ પામે રહ્યા છે. ત્‍યારે લંપી વાયરસના કારણે હરબટીયાળી ગામમાં આશરે ૪૫ ગાયો તથા પાંચ ધણખૂટિયાના મોત અત્‍યાર સુધી થઈ ચૂક્‍યા છે. ગામ લોકોના જણાવ્‍યા પ્રમાણે હજુ પણ દરરોજ ચારથી પાંચ ગાયોના મોત થાય છે. જોકે ગામના ગૌ પ્રેમીઓ દ્વારા દરેક ગાયોના મૃતદેહને સમાધિ આપવામાં આવી રહી છે. ગાયોના મૃતદેહને સમાધિ માટે લઈ જવા હરબટીયાળી ગામના ગૌ પ્રેમી અનિલભાઈ દુબરીયા પોતાના જેસીબી મશીન દ્વારા તદ્દન મફત સેવા આપી રહ્યા છે. હાલ હરબટીયાળી ગામમાં જે રીતે લંપી વાયરસના કારણે ગાયોના મોત થઈ રહ્યા છે તેને લઈને સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો આ બીમારીમાંથી પશુધનને બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. (જયેશ ભટ્ટાસણા-ટંકારા)

(1:34 pm IST)