Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મોરબી પાસે કારખાનામાં જુગારના હાટડા ઉપર એલસીબી ત્રાટકી : ૭ શખ્‍સો પકડાયા

૨.૪૭ લાખની રોકડ કબ્‍જે : પ્રેમજીનગર ગામે પત્તા ટીંચતા ૪ ઝડપાયા

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૫ : રફાળેશ્વર જીઆઈડીસીમાં આર્યન મીનરલ્‍સ રો મટીરીયલ નામના કારખાનામાં ચાલતા જુગરધામ ઉપર એલસીબીએ દરોડો પાડી ૭ શખ્‍સોને રૂ.૨.૪૭ લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબીની ટીમને બાતમી મળી હતી કે પ્રકાશ  મનસુખભાઇ પટેલ રહે. જેપુર ગામ તા.જી.મોરબી વાળો પોતાના રફાળેશ્વર ગામે જી.આઇ.ડી.સી.માં આવેલ આર્યન મીનરલ્‍સ રો મટીરીયલના કારખાનાની ઓફીસના પ્રથમ માળે રૂમની અંદર બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને જુગાર રમાડતો હોય જે હકિકત આધારે રેઇડ કરતા પ્રકાશ મનસુખભાઇ ધમાસણા રહે. મોરબી અવની ચોકડી, સંદિપ મગનભાઇ ધમાસણા રહે. જેપુર ગામ, કલ્‍પેશ ધીરૂભાઇ બરાસરા  રહે. મોરબી આલાપપાર્ક સોસાયટી, કિશોર  પ્રેમજીભાઇ છત્રોલા  રહે. જેપુર ગામ, રાજેશ  ડાયાલાલ સાણજા રહે. જેપુર ગામ, હેમત  ધનજીભાઇ કાવઠીયા રહે. મોરબી રવાપર ચોકડી વિધ્‍યુતપાર્ક સોસાયટી, પ્રવિણભાઇ નટુભાઇ કણજારીયા ઉ.વ. ૩૩ રહે. ધ્રાંગધ્રા ભાર્ગવી સોસાયટી જી.સુરેન્‍દ્રનગરને જુગાર રમતા પકડી પાડયા છે. આ સાથે રોકડા રૂ.૨,૪૭,૦૦૦/- કબ્‍જે કરી તમામ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવેલ છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્‍કવોડ, ટેકનીકલ ટીમ તથા AHTUનો સ્‍ટાફ જોડાયેલ હતો.

બીજા દરોડામાં મોંરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન -પ્રેમજીનગર ગામ નજીક ખુલ્લા પ્‍લોટમાં આરોપી ઉમેશ બટુકભાઈ કુંઢીયા, જયંતી  લખમણભાઈ કુંઢીયા, બચુ બાબુભાઈ કુંઢીયા અને વિજય ધરમશીભાઈ કુંઢીયાને જાહેરમાં  જુગાર રમતા પકડી પાડી રૂા. ૧૨૬૨૦ તથા ગંજીપત્તો કબ્‍જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:33 pm IST)