Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જુનાગઢમાં વધુ છ મહિલા સહિત ૧પ શખ્‍સો જુગાર રમતા પકડાયા

જુગારીઓ પાસેથી રોકડ સહિતનો મુદામાલ કબ્‍જે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.પ :  જુનાગઢમાં પોલીસે વધુ છ મહિલા સહિત ૧પ શખ્‍સોએ જુગાર રમતા પકડી પાડયા હતા.

જુનાગઢનાં ઝાંઝરડા રોડ વિસ્‍તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની જાણ થતાં બી ડીવીઝન પોલીસે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે નીમુબેન રાજેશ લીંબાસીયા, દક્ષાબેન મોહનભાઇ દુધાત્રા, મનાલીબેન બ્રિજેશ ભાલીયા, રીન્‍કલબેન જીજ્ઞેશભાઇ બાબરીયા, ગીતાબેન બાબુભાઇ સરધારા, અસ્‍મિતાબેન ચંદુભાઇ સાવલીયા, તૃપ્‍તીબેન સુનીલભાઇ બડેલીયા અને અસ્‍મિતાબેન ચંદુભાઇ સાવલીયાને જુગાર રમતા ઝડપી લીધા હતા.

પોલીસે મહિલાઓ પાસેથી રૂા.પ૩૪૦ની રોકડ કબ્‍જે કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જુનાગઢ સી ડીવીઝન પોલીસે કર્મચારીનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર  ખ.ેતના દિનેશ જગમાલભાઇ હુંબલ, કિશોર ડાયાભાઇ કંટારીયા અને કિશોરભાઇ બાબુભાઇ પીઠવાને રૂા.૧૪૦૯૦ સાથે ઝડપી લીધા હતા.

તેમજ જુનાગઢ તાલુકા પોલીસે વાણંદીયા ગામેથી વિરમ ઉગાભાઇ દેત્રોજા સહિત ૬ જુગારીને રૂા.૭૩૩૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડી તમામની  સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:32 pm IST)