Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મોરબીના ત્રણ રસ્‍તા પાસે બાઇક સ્‍લીપ થતા કૈલાશ ઉભડીયાનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. પઃ મોરબીમાં ત્રણ રસ્‍તા પાસે બાઈક સ્‍લીપ થતા યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. આ અંગે મળતકના પિતાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.

ફરિયાદી વિનોદભાઇ પાલાભાઇ ઉભડીયાએ જણાવ્‍યું હતું કે, તેમનો દીકરો કૈલાશ પોતાના હવાલા વાળી   સ્‍પ્‍લેન્‍ડર મો.સા. રજી નં. જીજે-૩૬-થ્‍-૪૪૨૮ વાળી લઇને મોરબીથી વાંકનેર તરફ જતા કોમેન્‍ટ સિરામીકના જવાના ત્રણ રસ્‍તા પાસે સર્વીસ રોડ ઉપર પોતાના હવાલા વાળી મો.સા. પુર ઝડપે અને ગફલત ભરી રીતે બેફીકરાઇથી મો.સા. ના સ્‍ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા સ્‍લીપ ખાઇ ગયો હતો અને સર્વિસ રોડની બાજુમાં આવેલ ગટરમાં પડી જતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્‍યું હતું. 

આ ફરિયાદીના આધારે મોરબી તાલુકા પોલીસે ઇપીકો કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્‍ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:32 pm IST)